રોટરી કલબ ઓફ અંકલેશ્વર દ્વારા સંચાલિત શાંતિધામ સ્મશાન ભૂમિમાં સુવિધાઓ વધારવાના હેતુસર નગરપાલિકા અંકલેશ્વરના વોર્ડ નંબર 6 ના નગર સેવકો દ્વારા 3.50 લાખના ખર્ચે સાત જેટલી સગડી લોકપર્ણ કરવામાં આવ્યું હતું.
કોરોના મહામારીની બીજી લહેર દરમિયાન લોકોએ પોતાના ઘણા પરિજનો ગુમાવ્યા હતા તે દરમિયાન સ્મશાન ઘરોની હાલત ઘણી દયનીય બની હતી. તે સમય દરમિયાન સ્મશાન ઘરોમાં લાંબી કતારો જોવા મળી હતી. આ વર્ષે મૃત્યુદરમાં જંગી વધારો જોવા મળી રહ્યો છે ત્યારે સ્મશાન ગૃહને સહાયરૂપ કામ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ વિનય વસાવા, ઉપપ્રમુખ કલ્પનાબેન મેરાઇ, કારોબારી અધ્યક્ષ સંદીપ પટેલ, દંડક ચેતનભાઇ, અતુલભાઇ, જયોત્સનાબેન, સાગરભાઇ, શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ, મહામંત્રી જીગ્નેશભાઇ, રોટરી ક્લબના ભુપેન્દ્રભાઇ શ્રોફ, મનીષભાઇ શ્રોફ, મોહનભાઇ, દીનેશભાઇ પટેલ, સહિતના સભ્યો હાજર રહ્યા હતા.
મુકેશ વસાવા : અંકલેશ્વર