Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર રૂરલ પોલીસે માટીએડ ગામથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો.

Share

ભરૂચ જીલ્લામાં ઠેર ઠેર દારૂ અને જુગારના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. અંકલેશ્વર વિસ્તારના અંતરિયાળ ગામોમાં દારૂના ખુલ્લેઆમ વેપલા ચાલી રહ્યા છે. બુટલેગરોને જાણે પોલીસ તંત્રનો કોઈ ખોફ જ નથી તેમ ગેરકાયદેસર રીતે ગેરકૃત્યો કરી રહ્યા છે તેવી જ એક ઘટના અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારના માટીએડ વિસ્તારમાં મળી આવ્યો હતો.

મળેલ માહિતી અનુસાર આજરોજ પોલીસ સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન ખાનગી બાતમી મળી હતી કે માટીએડ ગામે નિશાળ ફળિયામાં રહેતો ચિંતનભાઈ અકનભાઈ વસાવાનાએ તેના ફળિયામાં તેના ઘરથી થોડેક આગળ યોગેશભાઈ રમેશભાઈ વસાવાના ઘરમાં ગેરકાયદેસર દારૂનો જથ્થો વેચાણ કરવાને ઇરાદે છુપાવીને ઘરમાં રાખેલ છે જે બાતમી હકીકત આધારે રેડ કરતાં યોગેશભાઈ ઘરમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલો તથા ટીન બીયર નંગ મળી કુલ બોટલ નંગ 144 કિમત રૂપિયા 33,600/-નો મુદ્દામાલ કબ્જે કરી આરોપીઓ હાજર નહી મળી આવતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Advertisement

વોન્ટેડ આરોપીઓ :-
(1) ચિંતનભાઈ અકનભાઈ વસાવા
(2) યોગેશભાઈ રમેશભાઈ વસાવા બંને રહે, માટીએડ નિશાળ ફળિયું તા અંકલેશ્વર જી. ભરૂચ નાઓની ધરપકડ અંગે કાર્યવાહી હાથ ધરેલ છે.

મુકેશ વસાવા : અંકલેશ્વર


Share

Related posts

ભરૂચ : નબીપુર ખાતે ગામના NRI મહાનુભાવોનો ગ્રામ પંચાયત દ્વારા યોજાયો સત્કાર સમારંભ.

ProudOfGujarat

છોટાઉદેપુર : નસવાડી ખાતે એકલવ્ય એકેડેમી ઉપર રાજ્ય કક્ષાની સબ જુનિયર તીરંદાજી સ્પર્ધા યોજાઈ.

ProudOfGujarat

વડોદરાની ખાનગી સોસાયટીઓને 20% ફાળા સાથે આંતરિક સ્ટ્રીટલાઇટ અપાશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!