સોશિયલ મીડિયામાં સસ્તી પ્રસિદ્ધિ માટે તલવારથી કેક કાપી જન્મદિવસની ઉજવણીનો ટ્રેન્ડ હવે ખૂબ જ ચર્ચાઇ રહ્યો છે. તે જ રીતે અંકલેશ્વર પંથકમાં સરકારી બાબુ રાત્રે શહેરમાં ટોળે વળી સરકારી કાર ઉપર ઊભા રહી તલવારથી કેક કાપી બર્થ ડે ની ઉજવણી કરાઈ હોવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. ગવર્નમેન્ટ ઓફ ગુજરાતની નેમ પ્લેટવાળી આ કાર સુરત પાર્સિંગની હોવાનું જણાઇ રહ્યું છે.
મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર શહેરના ખાડિયા વિસ્તારમાં રહેતા એક યુવકનો જન્મ દિવસ હતો. યુવકના જન્મ દિવસની ઉજવણી માટે તેના મિત્રો ભેગા થયાં હતાં. જેમાં વિડીયોમાં સ્પષ્ટપણે નજરે પડે છે કે યુવક તલવારથી જાહેરમાં કેક કાપે છે. આ સમગ્ર બાબત કાયદાકીય રીતે ગુનો બને છે. જન્મ દિવસની ઉજવણીમાં હાજર રહેલા તમામ છોકરાઓ 11 મા ધોરણમાં ભણે છે.
કોઈ પણ યુવકે નથી તો માસ્ક પહેર્યું કે નથી કોઈ જાતનું સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યું. રાત્રે આ વિદ્યાર્થીઓ ભેગા થયા હતા અને તેમણે બર્થ ડે બોય પાસે તલવારથી કેક કપાવી હતી. આ ગૃપમાં એક યુવકને છોડીને તમામ સગીર વયના હતાં. જેથી પોલીસે તે મુજબ કાર્યવાહી હાથ ધરી છે.
રિધ્ધી પંચાલ , ભરુચ .