Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર હાઇવે પર રિલાયન્સ પેટ્રોલ પંપ નજીક ટ્રક-બસ વચ્ચે અકસ્માત સર્જાતા ચકચાર…

Share

વડોદરા સુરતને જોડતા નેશનલ હાઇવે નંબર 48 પર અવારનવાર અકસ્માતના બનાવો સામે આવી રહ્યા છે. આજરોજ પણ અંકલેશ્વર હઇવે નજીક રીલાયન્સ પેટ્રોલ પંપ પાસે ટ્રક અને બસ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો.

બનાવ અંગે મળતી માહિતી અનુસાર આજરોજ અંકલેશ્વર હાઇવે પાસે એક ટ્રક ચાલકે પોતાના સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતાં લક્ઝરી બસને પાછળના ભાગમાં અથાડતા ગંભીર અકસ્માત સર્જાયો હતો અને ટ્રકના આગળના ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર આજરોજ વહેલી સવારે અકસ્માતની ઘટના બની હોવાનું અનુમાન લાગવામાં આવી રહ્યું છે.

Advertisement

અકસ્માતમાં લકઝરી બસમાં બેસેલ ચારથી વધુ લોકોને ઇજા પહોંચતા તેઓને નજીકની હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતના પગલે લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા ત્યારે બંને ડ્રાઈવરોનો આબાદ બચાવ થયો હતો. અકસ્માતના પગલે મોટી હોનારત સર્જાઈ ન હોવાથી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ઘટના અંગે જાણ થતાં અંકલેશ્વર શહેર પોલીસ સ્થળ પર દોડી આવી હતી અને આગળની તપાસ હાથ ધરી હતી.


Share

Related posts

આજે ચંદ્રયાન-3 સોફ્ટ લેન્ડિંગ કરી રચશે ઈતિહાસ! આ રીતે લાઈવ જોઈ શકશો

ProudOfGujarat

આણંદ પાસે અંગાડી સ્ટેશને ટ્રેન રોકી લૂંટ કરનાર 2 શખ્સો ઝડપાયા

ProudOfGujarat

સેવલિયાના બળાત્કારનાં આરોપીને ઝડપી પાડતી નડિયાદ પોલીસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!