ગતરોજ સમગ્ર રાજયમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના કાર્યકાળનાં પાંચ વર્ષ પૂર્ણ થતાં જ્ઞાનશક્તિ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. તે અંતર્ગત અંકલેશ્વર માઁ શારદા ભવન ખાતે સેવાસેતુ કાર્યક્રમ આજરોજ યોજાયો.
૫૭ જેટલી સરકારની વિવિધ સેવાઓ સ્થળ પર જ મળી રહે એવુ આયોજન રૂપાણી સરકારના ૫ વર્ષ પૂણૅ થવાના ભાગરૂપે આયોજન કરાયું હતું.
અંકલેશ્વર માઁ શારદા ભવન ટાઉનહોલ ખાતે યોજાયેલ સેવાસેતુ કાર્યક્રમમાં અંકલેશ્વર પંથકના લોકોએ લાભ લીધો હતો. ૫ વર્ષ આપણી સરકાર ” સૌનો સાથ – સૌનો વિકાસ ” ના મંત્ર સાથે આજે ” સંવેદના દિવસ ” અંકલેશ્વર ખાતે સેવાસેતુ કાર્યક્રમ થકી જન સમસ્યાનો સ્થળ પર નિકાલ – તેમજ છેવાડાનો એક પણ સાચો લાભાર્થી સરકારી યોજનાથી વંચિત ના રહે, તેવા હેતુ સહ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભરૂચ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલે દીપ પ્રગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરી હતી.
મુકેશ વસાવા : અંકલેશ્વર
અંકલેશ્વર માઁ શારદા ભવન ટાઉનહોલ ખાતે રૂપાણી સરકારના ૫ વર્ષ પૂર્ણ થવાના ભાગરૂપે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો.
Advertisement