Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર જવાહર બાગ સામે લક્ઝરી બસના ચાલકે રાહદારીને અડફેટે લેતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો.

Share

અંકલેશ્વર શહેરના જવાહર બાગ સામે લક્ઝરી બસના ચાલકે રાહદારીને અડફેટે લેતા ગંભીર ઇજાને પગલે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

અંકલેશ્વરના હાર્દસમાં જવાહર બાગ પાસે લક્ઝરી બસ GJ 06 AX 1410 ના ચાલકે પોતાનું વાહન ગફલતભરી રીતે અને નિષ્કાળજી પૂર્વક હંકારી રાહદારી દીપકભાઈ રણછોડભાઈ રણાને અડફેટે લીધા હતા. જેઓને ગંભીર ઇજાને પગલે તાત્કાલિક સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેઓની હાલત વધુ નાજુક જણાતા વધુ સારવાર અર્થે સુરતની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે ઘટના બાદ શહેર પોલીસે લક્ઝરી બસ ચાલકની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

મુકેશ વસાવા : અંકલેશ્વર


Share

Related posts

બનાસકાંઠા : પાલનપુર-ડીસા હાઇવે પર અમદાવાદ જ્વેલર્સની કારને આંતરી બુકાનીધારીઓ 6 કરોડનું 10 કિલો સોનુ લૂંટી ફરાર

ProudOfGujarat

રાષ્ટ્રીય પરશુરામ સેના દ્વારા જિલ્લામાં મહિલા સંગઠનની નિમણૂંક

ProudOfGujarat

ઝઘડીયા : પીપરીપાન ગામે એસ.એસ.સી. પરિક્ષા આપનારા વિદ્યાર્થીઓને ઉપયોગી વસ્તુઓનું વિતરણ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!