આજરોજ અંકલેશ્વર નગરપાલિકામાં ક્વાર્ટર જનરલ બોર્ડની બેઠક યોજાઇ હતી અને આજરોજ યોજાયેલ બેઠકમાં સત્તા પક્ષોને પોતાની રજૂઆતો કરવાની હતી જેમાં અંકલેશ્વર નગરપાલિકામાં વન મેન શોચાલી રહ્યો હોય તેમ પ્રમુખનું પણ કઈ જ ચાલતું ન હતું. જેને પગલે નગરપાલિકાનો માહોલ ગરમાયો હતો.
વિપક્ષના નેતા રફિકભાઈ ઝઘડિયાવાલાએ જણાવ્યુ હતું કે, આજરોજ યોજાયેલ બોર્ડ મીટીંગમાં લેવાયેલ નિર્ણયથી તેઓને સંતોષ થયો ન હતો. નગરપાલિકાની કામગીરી શું ગુલામીમાં આવી ગઈ છે..? સત્તાપક્ષની બહુમતી છે તેનો મતલબ એ નથી કે તેઓ જાહેર જનતાનો અવાજ દબાવી શકે.
વધુમાં તેમણે જણાવ્યુ હતું કે, લોકશાહીની અંદર મળેલા અધિકારનું સત્તાપક્ષ ખન્ન કરી રહ્યા છે. જે છડેચોક છે ગાર્ડનનો જે કોન્ટ્રાક અપાયો હતો જેનું બાંધકામનું કામ 12 લાખનો કોન્ટ્રાક અપાયો છે તેનું ટેન્ડર પાસ થઈ ગયું અને વર્ક ઓર્ડર અપાઈ ગયો અને પરંતુ જેની કામગીરી વ્યવસ્થિત રીતે કરવામાં આવી નથી. જે એક ગુનો છે પ્રમુખનું પણ કઈ ચાલતું નથી, અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ પણ પોતાની સત્તાનો ઉપયોગ કરી શકતા નથી.
વધુમાં તેમણે જણાવ્યુ હતું કે, વન મેન શો ની જ ભૂમિકા ભજવ્વી હોય અને કોઈ પણ ચેરમેનોને સત્તા નહી આપવી અને ચેરમેનોને આપે તેટલું જાયની પરિસ્થિતી છે, ચેરમેનોને અન્યાય થાય છે. ચેરમેન આવીને ઊભા રહે અને બીજા લોકો બેઠેલા હોય જેમાં કેબિનની અંદર ત્રણ જેટલી સીટ હોય અને તેમાં મુશ્કેલીથી બે બેઠા અને અને એક અધિકારી બેઠો હોય તો અધિકારી પ્રોટોકોલથી ચેરમેનોને સીટ બેસવા માટે આપતા નથી.
કચરા અંગે ચર્ચા કરતાં લેગેસી વેસ્ટ કે જ્યાં કરોડોની રૂપિયાનું ચુકવણી થઈ ગઈ છે અને તેમાં વિપક્ષના અધિકારીઓને ખબર જ નથી જેમાં વાંધો લેવામાં આવ્યો હતો. હાલના ચેરમેન સંદીપભાઈ જો જાણકારી ન આપી હોત તો લેગેસી વેસ્ટમાં થયેલ કૌભાંડ સામે ન આવ્યું હોત. જેમાં કમિટીના લોકો મૂકવામાં આવે છે. જેમાં બી.જે.પી ના લોકોની આ ચાલ હોવાનું વિપક્ષના નેતાઓએ જણાવ્યુ હતું અને તેવા ઘણા એવા આક્ષેપો કરવામા આવ્યા હતા.
મુકેશ વસાવા , અંકલેશ્વર