અંકલેશ્વર શહેરમાં ગત મહિને સુરવાડી ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. લોકાર્પણ કરવાનું મુખ્ય કારણ ફાટકો પર લોકોએ પોતાના સમયનો વેડફાટ કરવો ન પડે જેના અનુસંધાને સુરવાડી ઓવેરબ્રિજ બનાવામાં આવ્યો હતો પરંતુ લોકાર્પણના થોડા જ દિવસોમાં અકસ્માતની હોનારત સર્જાઈ હતી. લોકાર્પણ બાદ પણ ઓવેરબ્રિજનું ઘણું કામ બાકી રહ્યું હતું.
અંકલેશ્વર સુરવાડી ઓવરબ્રિજની સાઈટ ઉપર રેલિંગ લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી. સ્ટ્રીટ લાઈટોનો અભાવ સાથે સાઈડમાં રેલિંગ ન હોવાને કારણે અવારનવાર ભયનો માહોલ સર્જાતો હતો, આસપાસના વિસ્તારના લોકો દ્વારા ઘણી રજૂઆત બાદ આખરે અંકલેશ્વર તંત્રની ઊંઘ ઉડી હોવાનું લોકચર્ચા થઇ રહી હતી.
આજરોજ સુરવાડી બ્રિજની સાઈડના ભાગોમાં રેલિંગ લગાવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું હતું. જેથી નીચે પડી જવાનો ભય ઓછો રહે અને હવે જોવું રહ્યું કે સ્ટ્રીટ લાઈટો લગાવા માટે કયારે સરકારની ઊંઘ ઉડશે?
મુકેશ વસાવા : અંકલેશ્વર