Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : અંદાડા ગામમાં આવેલ હેપ્પી રેસીડેન્સીમાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું.

Share

અંકલેશ્વર પંથકમાં ચોરીના બનાવો ઘણા વધી રહ્યા છે. કોરોનાની બીજી લહેર બાદ લોકો જાણે કામ ધંધો નેવે મૂકી અને અવરે રસ્તે ચડી રહ્યા છે. અંકલેશ્વર શહેરમાં છેલ્લા એક મહિનામાં ઘણા ચોરીના બનાવ બની રહ્યા છે અને અંદાડા ખાતે બનેલ ચોરીની ઘટનામાં બંધ મકાનમાં ચોરો કરી તસ્કરો ફરાર થઇ ગયા હતા.

અંકલેશ્વર શહેરના અંદાડા ગામમાં આવેલ હેપ્પી રેસેડેન્સીમાં સરમનભાઈ હોરીલાલ પ્રજાપતિના મકાનમાં ચોરી થઈ હતી. તેઓ કોઈ અંગત કામ અર્થે પોતાના ગામ ગયા હોય અને ગત તારીખ 19 મી જુલાઇથી તા. 30 મી જુલાઈના રોજ સવારના કોઈપણ સમયે ચોરે ફરિયાદીના બંધ ઘરના લોખંડની જાળીવાળા દરવાજાનો નકૂચો તોડી ઘરમાં ઘુસ્યાં હતા.

Advertisement

જેમાં ફરીયાદીના ઘરની તિજોરીમાં મુકેલ સોના- ચાંદીના દાગીના કિં.રૂ.35,270/- તેમજ રોકડ રૂપિયા 13,000/- ની લૂંટ મચાવી હતી. જે અંગે ફરીયાદીએ અંકલેશ્વર શહેર પોલીસમાં ગુનો નોંધાવી અને તે વિસ્તારમાં ખાસ પેટ્રોલિંગ કરવાનું જણાવવામાં આવ્યું હતું.

મુકેશ વસાવા : અંકલેશ્વર


Share

Related posts

કઠોરની વ.દે.ગલિયારા વિદ્યાલય ખાતે વ્યસન મુક્ત ભારત અભિયાનનું આયોજન કરાયું

ProudOfGujarat

સુરતના કાપડ ઉદ્યોગ ના પ્રશ્નો ઉકેલની એકદમ નજીક, ટૂંક સમયમાં જ મહત્વની જાહેરાત

ProudOfGujarat

ભરૂચનાં ટંકારીયા ગામના મોઇનુદ્દીન રખડાની શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી કરાઇ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!