ભરૂચ જીલ્લામાં પ્રોહી ગુનાઓ ઘણા વધી રહ્યા છે કોરોના મહામારીની બીજી લહેર બાદ લોકોએ નોકરી ધંધામાં આર્થિક નુકશાન થવાના પગલે લોકો અવરે રસ્તે ચઢી રહ્યા છે. એક જ મહિનામાં ભરૂચ પોલીસ દ્વારા સમગ્ર જિલ્લામાંથી લાખોની મત્તાના દારૂના વેચાણનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો. ભરૂચ એલસીબી પોલીસે અંકલેશ્વરના ઉટિયાદરા ગામની ગ્રીન એવન્યુ સોસાયટીમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડયો.
બનાવ અંગે મળતી માહિતી અનુસાર અંકલેશ્વર તાલુકાનાં ઊટિયાદરા ગામે આવેલ ગ્રીન એવન્યુ સોસાયટીના મકાન નંબર 49 ખાતે જિગ્નેશ ઉર્ફે જીગો કૌશિકભાઈ પટેલ રહે. અવધૂતનગર તરસાડી, કોસંબા, સુરત કે જે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર મુખ્ય આરોપી છે તેને રાજૂ નામના ઈસમ રહે. દમણ કે જે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મોકલનાર છે તેને પોતાના આર્થીક ફાળા માટે ગુજરાત રાજયમાં જ્યાં દારૂબંધી છે ત્યાં ગેરકાયદેસર રીતે વગર પાસ પરમીટે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો સપ્લાય કર્યો હતો.
જેમાં વિદેશી દારૂના તથા બીયરની કુલ બોટલો નંગ 3564 જેની કુલ કિમત રૂ. 04,85,760/- નો પ્રોહી મુદ્દામાલ વેચાણ કરવા અર્થે લાવ્યો હતો જેમાં સદર આરોપી જિગ્નેશ ઉર્ફે જીગો અવધૂત કૌશિકભાઈ પટેલને ટોયોટા ફોરચ્યુનર ગાડી કાર નંબર GJ 19 AM 1186 માં સગેવગે કરવા પ્રોહી મુદ્દામાલ તથા વૈભવી કાર મળીને કુલ રૂ. 29,91,260/- ના મુદ્દામાલ સાથે પોલીસ દ્વારા બુટલેગરને ઝડપી પાડવામાં આવ્યો હતો અને વિદેશી દારૂ મોકનાર રાજુને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો અને તેની તપાસ અંગે આગળની તજવીજ હાથ ધરવામાં આવી હતી.
મુકેશ વસાવા : અંકલેશ્વર