સામાજિક સેવા ક્ષેત્રે કાર્યરત રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા ટ્રાફિકના પોલીસ કર્મચારીઓ કે જેઓ તાપ હોય કે વરસાદ પોતાની કર્તવ્યનિષ્ઠાથી ફરજ બજાવે છે અને તથા પત્રકારો કે જેઓ વરસાદી માહોલ તેમજ કાળજાળ ગરમીમાં પણ લોકો સુધી જાનના જોખમે માહીતી પહોંચાડવાનું કામ કરે છે તેઓની કામગીરીને બિરદાવા માટે તેમને માસ્ક અને રેઇનકોટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વર શહેર તથા જી.આઈ.ડી.સી. વિસ્તારમાં ટ્રાફિકના નિયમોનુ યોગ્ય રીતે પાલન થાય તે માટે કાર્યરત બી.ટી.ઈ.ટી.ના જવાનો તથા મીડીયા કર્મચારીઓને વરસાદ સામે રક્ષણ મળી રહે તે હેતુસર રાજપીપલા ચોકડી, ત્રણ રસ્તા સર્કલ, પ્રતિન ચોકડી, વાલિયા ચોકડી પાસે ફરજ બજાવતા કર્મચારીઓને રેઇન્કોટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
માસ્ક અને રેઇનકોટ વિતરણ કાર્યક્રમમાં પ્રેસિડેન્ટ જીગ્નેશ પટેલ, સેક્રેટરી હેતલ પટેલ, પબ્લિક ઇમેજ ચેરમેન ગજેન્દ્ર પટેલ, ટ્રેઝરર જયેશ પટેલ, પી. પી. જીતેન્દ્ર કોઠારી, રોટેરીયન દીપેન વાગડીયા, સંજય પ્રજાપતિ, વાલ્કેશ્વર પટેલ, રોટરેક્ટ સોમનાથ ખોટે હાજર રહી અને કાર્યક્રમને પાર પાડ્યો હતો.
મુકેશ વસાવા : અંકલેશ્વર