અંકલેશ્વર નગરપાલિકા મહત્વકાંક્ષી પ્રોજેક્ટ એવા ત્રણ રસ્તા સર્કલ નગરપાલિકા શોપિંગ સેન્ટરને તોડી પાડી ત્યાં નવા શોપિંગ સેન્ટરના નિર્માણ માટે શોપિંગ સેન્ટરને ઉતારવા માટે કામગીરી કરવાની હોય જે સામે સ્થાનિક 74 જેટલા દુકાનદારોને પાલિકા દ્વારા કેવિયત નોટિસ પાઠવવામાં આવી છે. બંને સ્થળે પાલિકા દ્વારા આગામી દિવસોમાં પાલિકા શોપિંગ સેન્ટર તેમજ વ્યસાયિક બાંધકામના પ્રોજેક્ટ શરૂ કરવા માટે ગતિવિધિ તેજ કરાઇ છે. એ પહેલા બંને સ્થળના દુકાનદારો તેમજ રહેણાંક ધારકો દ્વારા પાલિકાના આ પ્રોજેક્ટ સામે સ્ટે મેળવવાની પ્રક્રિયા હાથ ધરે તો કોર્ટ દ્વારા પાલિકાને પણ આ બાબતે સાંભળવામાં આવે તેવા ઉદ્દેશ્ય સાથે કોર્ટ માર્ગે પાલિકા દ્વારા કુલ 122 લોકોને કેવિયત નોટિસ પાઠવવામાં આવી છે.
અંકલેશ્વરના ર્સ્ટેશન વિસ્તારમાં અગાઉ સર્વે નંબર 99 ની જમીનના મુદ્દે વિવાદ સર્જાયો હતો અને કોર્ટમાં પણ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારે પાલિકાના રિ ડેવલપ પ્રોજેક્ટને લઇ કેવિયત નોટિસ પાઠવવામાં આવી છે. જેને લઇ પુનઃ વિરોધના શૂર ઉભો થવાની શક્યતાઇ વધી છે.
ત્રણ રસ્તા સર્કલ પાસે આવેલ પાલિકા શોપિંગ સેન્ટરના દુકાનદારો સાથે પાલિકા દ્વારા છેલ્લા 1 વર્ષ ઉપરાંતથી વાટાઘાટો ચાલી રહી હતી. આ અંગે અગાઉ પણ પાલિકા દ્વારા બોર્ડ મીટીંગમાં ઠરાવ કરવામાં આવ્યો હતો. જે બાદ કામગીરી અટકી પડી છે. ત્યારે પાલિકા દ્વારા રિ ડેવલપ પ્રોજેક્ટને લઇ કેવિયત નોટિસ પાઠવવામાં આવી છે.
અંકલેશ્વર નગર પાલિકાના કારોબારી અધ્યક્ષ સંદિપ પટેલે આ સમગ્ર મામલે જણાવ્યું હતું કે, અંકલેશ્વર પાલિકા દ્વારા પાલિકાની જમીન તેમજ બાંધકામ પર રિ ડેવલપ પ્રોજેક્ટ વિચારી રહ્યું છે અને બંનેવ સ્થળે પાલિકાની આવકમાં વધારો થાય તેમજ નગરને નવી સુવિધાઓ મળે તેવા ઉદ્દેશ્ય સાથે પ્રોજેક્ટ બનાવી રહી છે. જેને અનુલક્ષીને હાલ કેવિયત નોટીસ કોર્ટ રાહે આપવામાં આવી છે.
મુકેશ વસાવા : અંકલેશ્વર