અંકલેશ્વર પંથકમાં બુટલેગરો બેફામ બન્યા છે, બેફામ રીતે દારૂ વેચાણના ગેરકાનૂની કામ કરી રહ્યા છે ગત રાતથી આજ સવાર સુધી બે આરોપીઓની અંકલેશ્વર શહેર અને રૂરલ પોલીસે ધરપકડ કરી છે. ગુજરાત જેવા રાજ્યમાં કે જ્યાં દારૂ પર પ્રતિબંધ છે તો તેવા વિસ્તારમાં દારૂનો જથ્થો આવે છે જ ક્યાથી..?
ગતરોજ પાનોલી નજીક એક ડસ્ટર ફોરવ્હીલ ગાડી GJ 19 AF 9627 માં એક બુટલેગર મુકેશભાઇ અર્જુનભાઈ વસાવા પોતાના આર્થિક ફાયદા માટે વગર પાસ પરમીટે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો લઈને પાનોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં લઈ જઈ રહ્યો હતો ત્યારે પોલીસની જીપ જોતા કાર ભગાવતા અકસ્માત થતાં કારના ફુરચે ફુરચા ઊડી ગયા હતા અને કાર સવાર બુટલેગરને ગંભીર ઇજાઓ પહોચી હતી જેને પગલે તેને હોસ્પિટલમાં અર્થે ખસેડવામાં આવ્યો હતો અને ગાડીમાંથી વિદેશી દારૂની બીયર નંગ 285 જેને કિમત 28,500/- અને કારની કિમત 3,00,000/- મળીને કુલ મુદ્દામાલ 3,28,500/- નો જપ્ત કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
અન્ય ગુનામાં અંકલેશ્વર શહેર પોલીસે નવાદીવા ગામમાં ઈંગ્લીશ દારૂનો ધંધો કરતા એક યુવકને બિયર તેમજ દારૂની બોટલો સાથે ઝડપી પાડયો હતો.
અંકલેશ્વર તાલુકાના નવાદિવા ગામમાં શ્યામજી ફળિયામાં રહેતો કલ્પેશ જયેશ પરમાર ઈંગ્લીશ દારૂનો ધંધો કરતો હતો. આ અંગેની બાતમી અંકલેશ્વર શહેર પોલીસને મળતાં તેને ત્યાં રેડ કરી હતી, દરમ્યાન ૩૦ નંગ બિયર તેમજ ૪ નંગ દારૂની બોટલ મળી આવી હતી. પોલીસે ૪૬૦૦ રૂપિયાનાં મુદ્દામાલ સાથે તેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
તો અંકલેશ્વર પંથક અને તેની આજુબાજુના અંતરિયાળ વિસ્તારોમાં દારૂ અને નશાયુક્ત પદાર્થનો વેપલો શા કારણે વધી રહ્યો છે તે ચર્ચાનો પ્રશ્ન બન્યો છે.
મુકેશ વસાવા, અંકલેશ્વર