અંકલેશ્વર સહિત પાનોલી અને ઝઘડિયાની ઇન્ડસ્ટ્રીઝનું એફલુએન્ટ પાણીનો નિકાલ કરવા 24 ક્લાક માટે પાણી બંધ થવાથી ત્રણેય ઉદ્યોગમંડળના ઉદ્યોગકારોને મોટાપાયે નુકશાન થઈ રહ્યું હોવાનું અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના જતિન ગાંધીએ જણાવ્યુ હતું.
વધુમાં તેમણે જણાવ્યુ હતું કે NCTL એ જ્યાં ઇન્ડસ્ટ્રીઝનું વેસ્ટ એફલુએન્ટ જાય છે તેને ડિસ્ચાર્જ રૂપે 24 ક્લાક માટે બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો તેનું મુખ્ય કારણ છેલ્લા અઠવાડિયાથી ચોમાસાના કારણે થોડા પાણીની આવક વધારે થાય જેથી કરીને ત્યાંના ગાર્ડ પણ ભરાઈ ગયા છે, જેથી NCTL પાસે કોઈ ખાલી જગ્યાઓ નથી જેને કારણે બધા પાણીનો યોગ્ય નિકાલ કરી સાફ કરી અને તેને સંપૂર્ણપણે ચોખ્ખું કર્યા બાદ તેને દરીયામાં છોડવામાં આવશે. જેમાં સંપૂર્ણ કામગીરીમાં એક દિવસનો સમય લાગતો હોવાથી ગાર્ડને સાફ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
જે અંતર્ગત આજરોજ બપોર 2 વાગ્યાથી આવતીકાલના બપોર 2 વાગ્યા સુધીમાં સંપૂર્ણ કામગીરી પૂરી કરી દેવામાં આવશે. આ પ્રક્રિયા ચોમાસામાં અવારનવાર કરવી પડતી હોય છે. જેને પગલે 24 ક્લાક સુધી પાણી બંધ થવાથી અંકલેશ્વર સહિત પાનોલી અને ઝઘડિયાનાં ઉદ્યોગ મંડળના ઉદ્યોગકારોને મોટાપાયે નુકશાન થવાની સંભાવનાઓ રહેતી હોય છે.