ગુજરાત સરકારના રમત – ગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર હસ્તકની કમિશ્નર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર દ્વારા ચાલુ વષેૅ કલામહાકુંભ-૨૦૨૩-૨૪ નું તાલુકા કક્ષા સ્પધાૅનુ આયોજન સ્વામી વિવેકાનંદ શિક્ષણ સંકુલ જુના દીવા રોડ મુકામે યોજવામાં આવ્યો.
રાજ્યના સાંસ્કૃતિક વારસાનું જતન થાય, કલા અને સાહિત્ય અને સંસ્કૃતિમાં આગવી ઓળખ ધરાવનાર અલગ-અલગ વયજૂથના કલાપ્રેમીઓ અને પસંદગી પામેલ કૃતિઓનું તાલુકા કક્ષાથી શરૂ કરી તબક્કાવાર રાજ્ય કક્ષા સુધી તંદુરસ્ત સ્પર્ધા યોજવામાં આવે તથા રાજ્યની કલા સંસ્કૃતિથી લોકો માહિતગાર થાય તે હેતુથી અંકલેશ્વરના એસ. વી. ઈ. એમ. માં કલામહાકુંભનુ આયોજન કરવામા આવ્યુ. જેમા પ્રા.શા.પીરામણમાંથી ચિત્રકામ સ્પધાૅ વય કક્ષા – ૧૫ થી ૨૦વષૅમા પ્રથમ ક્રમ જેમાં ધો. ૭ ની વિદ્યાથીૅની કુમારી નંદીની માતા પ્રસાદ કનોજીયા, લગ્નગીત સ્પધાૅમા વય કક્ષા – ૨૧ થી ૫૯ વષૅમા પ્રથમ ક્રમ શિક્ષિકા પટેલ રોશનીબેન અશ્વિનભાઇ જ્યારે તબલા વિભાગ ૧૫ થી ૨૦ વષૅમાં દ્વીતીય ધો. ૭ નો વિદ્યાર્થી શેખ સેહબાઝ દ્વીતીય ગરબા વિભાગમાં ૬ થી ૧૪ વષૅમા દ્વીતીય તથા સુગમ સંગીત વય કક્ષા ૬ થી ૧૪ વષૅમા ધો. ૮ની વિદ્યાર્થીની ખાન શના દ્વીતીય ક્રમાંક પ્રાપ્ત કરી તાલુકા કક્ષાએ પ્રાથમિક શાળા પીરામણનુ નામ રોશન કરેલ છે જે બદલ શાળા પરિવાર તેઓને તેમજ નોડલ શિક્ષક કમળાબેનને હાદિૅક અભિનંદન પાઠવીએ છીએ.