અંકલેશ્વર શહેર પોલિસ દ્વારા વહાણ ચેકીંગ દરમિયાન જરૂરિયાતનાં ગાડીઓના પુરાવા ના હોવાના કારણે ટુ વ્હીલર અને ફોર વ્હીલર ગાડીઓ પકડવામાં આવેલ છે.
પરંતુ તેને કબ્જે કર્યા બાદ હજુ પણ આ ગાડીઓને લઈને કોઈ નિકાલ કરવામાં આવતો નથી જ્યારે કે આ મુદ્દામાલની કબ્જે કરેલ ગાડીઓ વર્ષોથી પોલીસ સ્ટેશનના એક ખૂણા પડી રહી હોય અને હવે અંકલેશ્વર શહેર પોલીસને અડચણ રૂપ બની રહેલ છે જોકે કોઈ ફરિયાદી કે કોઈ પણ પોલિસ સ્ટેશનના કામ અર્થે આવે એમને પણ ગાડીઓ અડચણરૂપ બને છે.
ત્યારે હજારોની સંખ્યામાં જ્યારે બહાર પાર્ક કરેલી ગાડીઓથી ટ્રાફિકની સમસ્યા સર્જાય શકે છે. તો લોકો દ્વારા પ્રશ્ન ઊભો થાય છે કે જો આ ગાડીઓનો હજારોનો જથ્થો ભેગો કરવામાં આવે છે તો આનો યોગ્ય નિકાલ શું..? વહેલી તકે આ કબ્જે કરેલ ગાડીઓનો નિકાલ કરવામાં આવે એવી લોકમાંગ કરી રહ્યાં છે.
Advertisement