યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેક્નોલોજીના મેથ્સ, સાયન્સ અને હ્યુમાનીટીક્સ વિભાગ તેમજ AVPL ઈન્ટરનેશનલના સંયુક્ત ઉપક્રમે 12 મી ડિસેમ્બર 2023 ના રોજ ડિપ્લોમા અને ડિગ્રી પ્રથમ સેમેસ્ટરના વિદ્યાર્થીઓ માટે ડ્રોનની ટેક્નોલોજી અને એપ્લિકેશન્સ પર સંયુક્ત રીતે એક તાલીમ સત્રનું આયોજન કર્યું હતું.
આ તાલીમ સત્ર “ડ્રોન – એક મહાન કારકિર્દી વિકલ્પ” હરેન ગાંધી (એવીપીએલ તરફથી એરફોર્સ વેટરન અને પ્રમાણિત ડ્રોન પ્રશિક્ષક) અને સુનિલ શર્મા, RPAS-ફ્લાઈંગ ઈન્સ્ટ્રક્ટર અને મોબિલાઈઝર તરફથી આપવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ ડ્રોન ઇકો સિસ્ટમ, માનવરહિત એર ક્રાફ્ટ સિસ્ટમની શ્રેણીઓ, ડ્રોનના પ્રકારો, પ્રોપેલર્સ અને ડ્રોનના અન્ય ભાગો વગેરેમાં કારકિર્દીના વિવિધ વિકલ્પો વિશે જાણવા માટે ઉત્સાહિત હતા.
પ્રોવોસ્ટ પ્રો. શ્રીકાંત વાઘ અને ડીન ઓમપ્રકાશ મહાડવાડ યુપીએલ યુનિવર્સિટી ખાતે આવી તાલીમની ભાવિ સંભાવનાઓ માટે AVPL ટીમ સાથે ખાસ ચર્ચા કરી હતી. MSH વિભાગના HoD ડૉ. જીગીષા મોદી અને Ms. ફોરમ ખરસાડિયાએ સેમિનારનું સફળતાપૂર્વક આયોજન કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.