ભરૂચ જિલ્લામાં દારૂ -જુગાર જેવી પ્રવૃતિઓ ઉપર અંકુશ મેળવવા માટે જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ જિલ્લાના વિવિધ પોલીસ મથકના કર્મીઓ દ્વારા અલગ-અલગ સ્થળે બાતમીના આધારે દરોડા પાડવામાં આવી રહ્યા છે તેમજ ગુનાખોરીની ઘટનાઓને અંજામ આપતા તત્વોને જેલના સળીયા પાછળ પણ ધકેલવામાં આવી રહ્યા છે, તેવામાં ક્રાઇમ બ્રાંચના કર્મીઓને મોટી સફળતા હાંસિલ થઈ છે.
ક્રાઇમ બ્રાંચના કર્મીઓ પેટ્રોલિંગમાં હતા દરમ્યાન મળેલ બાતમીના આધારે અંકલેશ્વર નેશનલ હાઇવે 48 ઉપર આવેલ ચૌધરી હોટલના કંપાઉન્ડમાં ઉભેલ આઈસર ટેમ્પો નંબર MH 24 AU 1974 માં તલાસી લીધી હતી દરમ્યાન ટેમ્પોની પાછળના ભાગે ભારતીય બનાવટના વિદેશી દારૂના બોક્સ મળી આવ્યા હતા.
જે બાદ ક્રાઇમ બ્રાંચ દ્વારા મામલે ગજાનન વિષ્ણુભાઈ જાદવ રહે, કર્મયોગ સોસાયટી 2 પાંડેસરા સુરત નાઓની ધરપકડ કરી હતી તેમજ વિદેશી શરાબની કુલ 9792 બોટલો મળી કુલ 24,39,000 નો મુદ્દામાલનો કબ્જો મેળવી મામલે અન્ય ત્રણ જેટલાં ઈસમો સંજય ઉર્ફે સંજુ દાઢી ગવાણે, નરેશ મેવાડા, તેમજ દિપક નામક વ્યક્તિ ને વોન્ટેડ જાહેર કરી સમગ્ર મામલે કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.