સોશ્યલ મીડિયા દ્વારા પ્રસિદ્ધ થયેલ બે દિવસ પહેલાના અહેવાલમાં આ હોટેલનું નામ ચર્ચાના એરણ પર હતું. ફાસ્ટ સોશ્યલ મીડિયાનાં અહેવાલ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓને મળતા સફાળા જાગી ચેકીંગ કરવા પહોંચી ગયાની માહિતી સાંપડી રહી છે તેમજ ભરૂચનાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારી સાથેની ટેલીફોનીક વાતચીત મુજબ અંકલેશ્વર ડીસેન્ટ હોટેલમાં ચેકીંગ કરી ફૂડ સેમ્પલિંગ કરતાં ડીસન્ટ હોટેલની વિશ્વસનીયતા ઊપર પ્રશ્નાર્થ ઉભો થવા પામેલ છે.
ભરૂચનાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારી દ્વારા જાણવા મર્યુ છે કે અંકલેશ્વરની હોટેલ ડીસેન્ટમાં ગુણવત્તા વગરની વાનગીઓ પીરસવામાં આવી રહી છે તેવી ફરિયાદ અમોને મળેલ હતી જે અનુસંધાને આજરોજ હોટેલમાં બનતી તમામ વાનગીઓના સેમ્પલ લેવામાં આવ્યા છે. સદર સેમ્પલિંગને પૃથક્કરણ માટે મોકલી આપેલ છે, શું રિપોર્ટ આવે છે તે ઉપરથી જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. વધુમાં અધિકારી એ જણાવ્યું હતુ કે ભૂતકાળમાં ઘણી બધી હોટેલોનું સેમ્પ્લિંગ કરવામાં આવ્યું છે અને જરૂરિયાત જણાયે તેઓની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવી છે. પોલિસ કેસ તેમજ દંડ પણ વસૂલવામાં આવ્યો તેમ તેઓ એ જણાવ્યું હતું.
ભરૂચનાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનો સપાટો, અંકલેશ્વરની ડીસેન્ટ હોટેલમાં ફૂડનું સેમ્પલિંગ કરાયું
Advertisement