અંકલેશ્વર પબ્લિક સ્કૂલની વિદ્યાર્થીની ઈફ્ફત નાઝ છોવાલાએ ઝોન કક્ષાના કલા ઉત્સવના કાર્યક્રમ G -20 વસુધૈવ કુટુંમ્બક્મ નાં Lata થીમ અંતરગત ડાયેટ ભરૂચ ખાતે દ્રિતીય ક્રમાંક મેળવી શાળાનું ગૌરવ વધાર્યું છે. જી.સી.ઇ.આર.ટી. ગાંધીનગર માર્ગદર્શિત કુટુંમ્બકમ થીમ પર પ્રથમ સ્થાન સુરત ની સુમન હાઇસ્કુલ શાળા ની વિધ્યાથી એ,બીજુ સ્થાન અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ની વિધ્યાથીઁની અને ત્રીજુ સ્થાન અસ્તી કન્યા વીધાલય,ગણદેવી ની શાળા ને કુટુંમ્બકમ થીમ પર વિજેતા થયાં હતાં.વિદ્યાર્થીની ઇફ્ફત નાઝ ને આચાર્ય ધૃતાબેન રાવલ અને શિક્ષીકા નીમીષાબેન પટેલ ના માગઁદશઁન હેઠળ વિજેતા થવાં પર ટ્રસ્ટ ના પ્રમુખ નાઝુ ફડવાલા એ અભિનંદન આપતા કહ્યું કે અમારી શાળા હંમેશા બાળકોની કલા અને સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપે છે અને અન્ય વિધ્યાથીઓ પણ આગળ આવે એવી લાગણી વ્યકત કરી હતી અને વિધ્યાથીઁ ઇફ્ફત નાઝ ને ખુબખુબ અભીનંદન પાઠવ્યા હતા.
અંકલેશ્વર પબ્લિક સ્કૂલની વિદ્યાર્થીની એ ઝોન કક્ષાના કલા ઉત્સવના કાર્યક્રમ G -20 વસુધૈવ કુટુંમ્બક્મમાં દ્વિતીય ક્રમાંક મેળવી શાળાનું ગૌરવ વધાર્યું
Advertisement