Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર ખાતેથી ચોરી થયેલ રીક્ષાના રીઢા ઇસમને ગણતરીના કલાકોમાં અમદાવાદથી ભરૂચ એલ.સી.બી.એ ઝડપી પાડયો.

Share

છેલ્લા મહિનાથી કોરોનાની બીજી લહેરના અનલોક બાદ અંકલેશ્વર પંથકમાં ટુ વ્હીલર, ફોર વ્હીલર અને રિક્ષાની ચોરીના બનાવ ઘણા વધી રહ્યા છે. ગઇ તા-૨૫/૦૬/૨૦૨૧ ના રોજ અંક્લેશ્વર હવામહેલ નજીકથી એક રીક્ષાની ચોરી થયેલ હતી.

પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરી ચોરી બાબતે હ્યુમન ઇન્ટેલીજન્સ તથા ટેકનીકલ સર્વેલન્સથી માહીતી મેળવતા ચોરી કરનાર ઇસમ મહેબૂબખાન ઉફે કૈયમુ ઉફે ઇમરાન આદમખાન પઠાણ રહે-રાદેર,સલુ તાનીયા જીમખાના,કોઝવે પાસે,સુરત શહેરને બજાજ કાંપનીની CNG રીક્ષા નંબર – GJ-16-AT-3935 જેની કિમત .રૂ.૯૦,૦૦૦/- ની રીક્ષા સાથે અમદાવાદ શહેર ખાતેથી શોધી કાઢી ચોરીમા ગયેલ રીક્ષા કબ્જે કરી કાયદેસર કાર્યવાહી કરી વધુ તપાસ અર્થે અંક્લેશ્વર શહેર પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવ્યો હતો.

Advertisement

Share

Related posts

લીંબડી અમદાવાદ હાઈવે પર કટારીયાના પાટીયા પાસે અકસ્માત સર્જાતા ૪ લોકોના મોત.

ProudOfGujarat

નબીપુર ખાતે ઈદે મિલાદની શાનદાર ઉજવણી, ઝૂલુસમા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટ્યા.

ProudOfGujarat

27 જૂનથી થિયેટર ખોલવા સરકારે મંજૂરી આપી : અમદાવાદ મલ્ટિપ્લેક્ષ એસોસિયેશનનો જુલાઈથી શરૂ કરવાનો નિર્ણય.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!