Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરના સજોદ ગામમાં જુગાર રમતા સાત ઇસમો ઝડપાયા

Share

અંકલેશ્વર તાલુકાનાં સજોદ ગામે વિનવાળી ફળિયામાંથી જુગાર રમતા સાત ઇસમોને અંકલેશ્વર રૂરલ પોલીસે ઝડપી પાડ્યા છે.

અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન સર્વેલન્સ સ્ટાફના એ.એસ.આઈ વિરેન્દ્રભાઈને બાતમી મળેલ કે અંકલેશ્વર તાલુકાના સજોદ ગામે વિનવાળી ફળિયામાં ખુલ્લામાં કેટલાક શખ્સો પત્તા-પાના રૂપિયાની હારજીતનો જુગાર રમતા હોય આ બાતમીના આધારે રૂરલ પોલીસે દરોડો પાડતા સજોદ ગામના વિનવાળી ફળિયામાં કેટલાક ઈસમો જાહેરમાં જુગાર રમતા હતા જેમાં (1) ગુમાન મેલાભાઈ વસાવા (2) નરેશ ધનજીભાઈ વસાવા (3) બાબુ મનસુખભાઈ કથીરિયા (4) હર્ષદ ઇન્દ્રવદનભાઈ પટેલ (5) સંજય સુરેશભાઈ વસાવા (6) કમલેશ મનહરભાઈ વસાવા (7) મહેન્દ્ર ઉર્ફે મહેશ બુધાભાઈ વસાવા નાઓને અંકલેશ્વર પોલીસે દરોડા દરમ્યાન ઝડપી પાડ્યા છે. સ્થળ પરથી પોલીસે રોકડ રકમ, મોબાઈલ, મોટરસાયકલ, પત્તા-પાના સહિત કુલ રૂપિયા 86,180 નો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપીને ઝડપી લઇ આગળ વધુ તપાસ અંકલેશ્વર રૂરલ પોલીસ ચલાવી રહી છે.

Advertisement

Share

Related posts

રાજપીપલા : સાગબારા તાલુકાના સેલંબા નવાપાડા રોડ ઉપર આવેલ આશ્રમ શાળા પાસેથી લાખોની મત્તાનો ઈંગ્લીશ દારૂ પકડાયો.

ProudOfGujarat

ભરૂચમાં આજે વધુ 24 કોરોના પોઝીટીવ દર્દીઓ આવતા કુલ આંક 837 પર પહોંચ્યો.

ProudOfGujarat

છોટાઉદેપુરમાં હેડ કોન્સ્ટેબલે ગળે ફાંસો ખાઈ ટૂંકાવ્યું જીવન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!