Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડમાં આવેલ મકાનમાં જુગાર રમતા 5 ઇસમો ઝડપાયા

Share

અંકલેશ્વરમાં જુગારની પ્રોહીબિટેડ પ્રવૃત્તિ અટકાવવા માટે એ ડિવિઝનની ટીમ ગતરાત્રિના પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમીના આધારે ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનમાંથી પાંચ જુગારીને ઝડપી લઇ અન્ય એક મુખ્ય સૂત્રધાર વોન્ટેડ આરોપીની પોલીસે શોધખોળ હાથ ધરી છે.

અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ ગતરાત્રિના પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન સર્વલન્સની ટીમને બાતમી મળેલ કે અંકલેશ્વર શહેર ગુજરાત હાઉસિંગ બોર્ડમાં આવેલ મકાન નં. 45 માં રહેતો સાહીદ ઉર્ફે બોધો વારસમિયા શેખ પોતાના રહેણાંક મકાનમાં બંધ બારણે કેટલાક ઇસમોને ભેગા કરી ગેરકાયદેસર ગંજીફાના પત્તા પાનાં પૈસા વડે હાર જીતનો જુગાર રમી રમાડે છે જે ચોક્કસ બાતમીના આધારે એ ડિવિઝન પોલીસે ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાન નંબર 45 માં રેડ પાડતા 1) સુભાષ ગોપાલ પટેલ 2) મોહમદ ઇલ્યાસ ગુલામ કાદર શેખ 3) ઈબ્રાહીમ અબ્દુલરહીમ શાહ 4) રઈશ બસીર મલેક 5) યુસુફખાન નિશારખાન પઠાણ નાઓને પોલીસે રંગે હાથ પત્તા પાના વડે રૂપિયાની હાર જીતનો જુગાર રમતા પકડી પાડી તેઓ પાસેથી કુલ રૂપિયા 31,300 નો મુદ્દામાલ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે. દરોડા દરમ્યાન શાહિદ ઉર્ફે બોધો વારસમિયા શેખ વોન્ટેડ હોય જેને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Advertisement

Share

Related posts

વાગરા : વિછીયાદ ખાતે ડેરીમાં દૂધ ભરવા બાબતે તકરાર, ડેરીના સભ્ય સહિત ૪ વિરૂદ્ધ અરજી કરાઈ.

ProudOfGujarat

પાવાગઢ પોલીસે પ્રાથમિક શિક્ષક શાળાનાં શિક્ષકને નકલી ચલણી નોટો સાથે ઝડપી પાડયો.

ProudOfGujarat

વડોદરા : કરજણ શહેર ખાતે રિક્ષામાં પેસેન્જરના સ્વાંગમાં મુસાફરોને લૂંટતી ગેંગના ત્રણ સાગરીતોને કરજણ પોલીસે ઝડપી પાડયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!