Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર નેશનલ હાઇવે પાસે આવેલ અમન માર્કેટમાં વહેલી સવારે આગ લાગતા અફરાતફરી માહોલ

Share

અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 48 ને અડીને આવેલ અમન માર્કેટમાં આજે વહેલી સવારે આગ લાગતા ગોડાઉનમાં કામ કરતા કામદારો તથા આસપાસના લોકોમાં ભારે નાશ ભાગ મચી જવા પામી હતી.

અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 48 ને અડીને આવેલ અમન માર્કેટમાં આજે સવારે અચાનક જ પ્લાસ્ટિકના વેસ્ટ અને લાકડાના જથ્થામાં આગ લાગી હતી. આગના પગલે ગોડાઉનમાં કામ કરતાં મજૂરો કામદારો તથા આસપાસના રહેવાસીઓમાં ભયનો માહોલ સર્જાતા ભારે ભાગદોડ મચી ગઈ હતી તાત્કાલિક અસરથી ડીપીએમસી ના ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર જવાનો દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવામાં આવી હતી. આગની ઘટનામાં હાલ કોઈપણ પ્રકારની જાનહાની થયેલ ન હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.

Advertisement

Share

Related posts

પાલેજ હાઈવે ઉપર ની બંધ હોટલ માંથી મગર ઝડપાયો

ProudOfGujarat

ઝઘડિયાના રાયસીંગપુરા ગામે આદિવાસી યુવકે ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરતા ચકચાર.

ProudOfGujarat

નડિયાદની શ્રીમતી ટી. જે. પટેલ કોમર્સ કોલેજમાં કલ્ચર ફેસ્ટીવલ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!