Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરની નાલંદા સ્કૂલમાં અવેરનેસ પ્રોગ્રામ યોજાયો.

Share

આજ તારીખ 06/11/2023 ના રોજ AHTU ના પો.ઇન્સ. એન.એસ.વસાવા સા.તથા અંકલેશ્વર GIDC ના પો.ઇન્સ બી.એન.સગર સા.નાઓના સયુંકત માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર GIDC પોલીસ સ્ટેશનની હદમાં સારંગપુર વિસ્તારમાં આવેલ નાલંદા સ્કૂલમાં એક અવેરનેસ પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો.

જે પ્રોગ્રામમાં 500 થી વધુ બાળકો હાજર રહ્યા તથા નાલંદા સ્કૂલના ટ્રસ્ટી અશોકભાઈ ઝા તથા સ્કૂલના આચાર્ય જયશ્રીબેન મહાજન તથા સ્કૂલના શિક્ષકગણ તથા માજી તાલુકા પંચાયત ઉપપ્રમુખ હાલના સદસ્ય તૃપ્તિબેન જાની નાઓ હાજર રહી બાળકોમાં અપહરણ, માનવ તસ્કરીના કેસો, બાળમજૂરી લોભ લાલચ થી દૂર રહેવું, મા બાપ ને વફાદાર રહેવું, નાની ઉંમરમાં વાહન ન ચલાવવું એક તરફી પ્રેમમાં ફસાવું નહીં,કોઈ કેફી પદાર્થ નું સેવન કરવું નહીં તથા શિક્ષણ પ્રત્યે ધ્યાન આપવું. મોબાઈલ તથા ઇન્સ્ટાગ્રામથી દૂર રહેવું સાઇબરની માહિતી આપી તથા બાળકો પોતે સજાગ રહે તેવી સમજણ PI સગર નાઓ તથા ASI કનકસિંહ ગઢવી તથા તૃપ્તિબેન જાની નાઓએ સરળ ભાષામાં સમજાવી કાર્યક્રમને સફળ બનાવ્યો.

Advertisement

Share

Related posts

સુરતમાં ઉડીશાથી આવતી કેટલીક ટ્રેનોમાં ગાંજો સુરત સુધી મોકલવામાં આવે છે જેમાં સુરતનાં માલ્યાવાડ રેલ્વે ફાટક નજીક થેલા અને સૂટકેસમાં ગાંજાનો જથ્થો ફેંકી દેતા આર.પી.એફ પોલીસે કબ્જે કર્યો હતો.

ProudOfGujarat

અંકલેશ્વર જી આઈ ડી સી નજીક આવેલ પ્રતિન ચોકડી પાસે ના બ્રિજ નીચે એક સ્કુલ બસ માં અચાનક આગ લાગતા ભારે અફરાતફરી નો માહોલ સર્જાયો હતો .

ProudOfGujarat

મધ્યપ્રદેશના ઈન્દોર ખાતે વાવ દુર્ઘટનામાં 35 નાં મોત, મુખ્યમંત્રીના તપાસના આદેશ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!