આજરોજ અંકલેશ્વર શહેર પો.સ્ટે.વિસ્તારમાં બનતા મિલકત સબંધી ગુનાના તથા તેના આરોપીઓ શોધી કાઢવા માટે અલગ-અલગ ટીમોની રચના કરવામાં આવી હતી તે આધારે પોલીસ કર્મીઓ પેટ્રોલિંગમા હતા.
તે દરમ્યાન બાતમીદારથી બાતમી મળેલ કે એક ઈસમ સફેદ કલરની એક એક્ટીવા ર.જી.નં GJ-16-BC-9904 ની લઈને અંસાર માર્કેટ તરફથી અંકલેશ્વર તરફ આવનાર છે અને બાતમીને આધારે સાથેના પોલીસ માણસો દ્વારા પીરામણ રેલ્વે ગળનાળા પાસે વોચ તપાસમાં અલગ-અલગ જગ્યાએ હાજર હતા તે દરમ્યાન બાતમી મુજબનો ઈસમ એક્ટીવા લઈને આવતા તેને જ્ગ્યા પર જ રોકી સદર ઈસમ પાસે ટુ-વ્હીલર એક્ટીવાને લગતા આર.ટી.ઓ માન્ય કાગળો/વાહન માલીક બાબતે ખરાઈ કરતા શંકાસ્પદ જણાઈ આવતા એક્ટીવા ટુ-વ્હીલરના રજીસ્ટ્રેશન નંબરને આધારે ઇ-ગુજકોપ મોબાઈલ પોકેટ કોપ આધારે વાહન સર્ચ કરતા જાણવા મળેલ કે અંકલેશ્વર જી.આઈ.ડી.સી પો.સ્ટે. વિસ્તારમાં આવેલ સરદાર પાર્ક નજીક આવેલ સોસાયટીમાથી આશરે ચારેક મહીના અગાઉ ચોરી થયેલાની માલુમ પડતા આરોપીઓની સઘન પુછપરછ કરતા ૨ જેટલા ટુ-વ્હીલર એક્ટીવા ચોરી કરેલાની કબુલાત કરે છે તેની પાસેથી મળી આવેલ વ્હાઇટ એકટીવા જેની કુલ કિમત 23,000/- સહિત આરોપી મહેતાબ ઉફે સોનુ ઈશાકખાન આલમ ઉવ. ૨૭ હાલ રહે- નવા બોરભાઠા કબુતરખાના પાસે સુરેશભાઈ પટેલ નાઓના મકાનમા તા-અંકલેશ્વર જી.ભરૂચ નાઓની સદર ધરપકડ કરવામાં આવી હતી અને આગળની પુછપરછની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.