Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરમાં જેસીઆઈ ના હોદ્દેદારોની વરણી તથા એવોર્ડ સેરેમની યોજાઇ.

Share

અંકલેશ્વર ખાતે પ્રતિ વર્ષની માફક આ વર્ષે પણ જેસીઆઈ નો 40 મો ઇન્સ્ટોલેશન સમારોહ યોજાયો હતો જેમાં જુદા જુદા હોદ્દેદારોની વર્ણી કરવામાં આવી હતી, આ તકે જેસીઆઈ ના આગેવાનો તથા રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા, જેસીઆઈ ઇન્ડિયા દ્વારા અંકલેશ્વર ખાતે તાજેતરમાં ઇન્સ્ટોલેશન સમારોહ યોજાયો હતો જેમાં વર્ષ 2024 માટે જેસી તેજસ પંચાલને પ્રેસિડેન્ટ પદ સોંપવામાં આવ્યું હતું. વીંગ ચેર પર્સન તરીકે જે જે તૃષા સાવલિયા ની નિમણૂક કરવામાં આવી હતી જેસીઆઇ ઇન્ડિયાના આ સમારોહમાં કાર્યક્રમની ટૂંક વિગત જેસી ચિરાગ શાહે જણાવ્યું આપી હતી.

આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે અંકલેશ્વરના ધારાસભ્ય શ્રી ઈશ્વરસિંહ પટેલ, ઝોન વાઇસ પ્રેસિડેન્ટ જેસી દીપિકાબેન, તેમજ jci ના અરુણ જોશી, ઈશ્વર માલી ,ધવલ પટેલ સહિતના ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં પ્રેસિડેન્ટ તેજસ પંચાલે જણાવ્યું હતું કે અંકલેશ્વરમાં જેસીઆઈ કોમ્યુનિટી અને મેનેજમેન્ટ ટ્રેનિંગ ક્ષેત્રે કાર્ય કરી રહ્યું છે તે કાર્યને વધુ વધુને વધુ આગળ વધારવાનું પ્રયત્ન હાથ ધરવામાં આવશે આગામી વર્ષ 2024 માં મેનેજમેન્ટ અને ટ્રેનિંગ ક્ષેત્રે અત્યંત સારા આયોજનો હાથ ધરવામાં આવશે.

Advertisement

Share

Related posts

નેપાળ ખાતે પહોંચેલી વેલીયન્ટ ક્રિકેટ ટીમે ગૌરાંગ દવેના પિતાને શ્રદ્ધાંજલિ આપી.

ProudOfGujarat

વડોદરા એન.ડી.આર.એફ.ની ટીમ એ રાજસ્થાનમાં બોરવેલમાં ફસાઈ ગયેલા બાળકનું રેસ્ક્યુ કર્યું.

ProudOfGujarat

જંબુસરના દોઢગાવ આંબા વિસ્તારમાં સ્ટેટ મોનેટરીંગ સેલના દરોડા દરમિયાન દેશી દારૂ સાથે ચાર આરોપી ઝડપાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!