સામોર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને એક દાતા પરિવાર દ્વારા રમત ગમતના સાધનો તથા શાળાકીય ઉપયોગી વસ્તુઓની કીટ અર્પણ કરવામાં આવી હતી.
આ શાળાના પ્રિન્સિપાલ રીટાબેન પાટે જણાવ્યું હતું કે અમારી શાળામાં બાલવાટિકાથી માંડી અને ધોરણ આઠ સુધીના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અહીં આવતા બાળકોનો સંપૂર્ણપણે વિકાસ થાય તેમનામાં રહેલી સુશુક્ત શક્તિઓ જાગૃત કરવા માટે અમુક અભ્યાસની સાથે સાથ અનેક પ્રકારની વિવિધ પ્રવૃત્તિઓ કરાવીએ છીએ. સ્પોર્ટ્સ અને વિવિધ રમત ગમત પણ અહીં બાળકોને શીખવવામાં આવે છે અમારી શાળાના વિદ્યાર્થીઓ અભ્યાસની સાથોસાથ ઇત્તર પ્રવૃત્તિઓમાં પણ નિપુણ બને તેવા સંપૂર્ણપણે અમારા શિક્ષક ગણ દ્વારા પ્રયત્ન હાથ ધરવામાં આવે છે.
અમારી શાળાની તમામ પ્રવૃત્તિઓથી પ્રેરિત થઈને એક અનામી દાતા પરિવાર એ શાળાના તમામ વિદ્યાર્થીઓને રમતગમતના વિવિધ સાધનો જેમ કે કેરમ બોર્ડ, બેડમિન્ટન, ક્રિકેટના સાધનો સહિત બુટ મોજા સહિતની વસ્તુઓ અર્પણ કરી છે. આ પ્રસંગે દાતા પરિવાર, શાળાના શિક્ષક ગણ, નોન ટીચિંગ સ્ટાફ, પ્રિન્સિપાલ રીટાબેન પાટ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
અંકલેશ્વરની સામોર પ્રાથમિક શાળાની પ્રવૃત્તિઓથી પ્રેરિત થઈ દાતા પરિવારે બાળકોને રમત ગમતના સાધનો અર્પણ કર્યા
Advertisement