Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIA

અંકલેશ્વરમાં યુવતીની હત્યા કરી તળાવમાં નાંખી દેવાના ખૂની ખેલનો મામલો, પોલીસે આરોપીઓની કરી ધરપકડ

Share

અંકલેશ્વર શહેરમાં નાના ભાઈની પ્રેમિકાને મોટાભાઈ અને પ્રેમીએ જ મળી મોતને ઘાટ ઉતાર્યા બાદ બે વ્યક્તિની મદદથી કોથળાને પથ્થર વડે બાંધી તળાવમાં ફેંકી દીધી હોવાની સનસનીખેજ મર્ડર મિસ્ટ્રીનો એલસીબીના ધનંજયસિંહના બાતમીદારની એક ટીપ પરથી ખુલાસો થયો છે.

ગુજરાત-મહારાષ્ટ્ર બોર્ડરના એક ગામમાં રહેતી 20 વર્ષની મયુરી ભગત અને અંકલેશ્વરમાં રહી ગેરેજ ચલાવતો સૌરભ ગોવિંદ ગંગવાણી ઇન્સ્ટ્રાગ્રામ પર પરિચયમાં આવ્યા બાદ એકમેકના પ્રેમમાં પડી અઢી વર્ષથી પતિ-પત્ની તરીકે લીવ ઇનમાં રહેતા હતા.અંકલેશ્વર રામનગરમાં પુષ્પકુંજ સોસાયટીમાં અંડર કન્સ્ટ્રકશન મકાનમાં રહેતો સૌરભનો મોટો ભાઈ સંજયે સુરતી ભાગોળમાં મકાન ભાડે અપાવી નાના ભાઈ સંજય અને તેની પ્રેમિકાને રાજપીપળા ખાતેથી બોલાવી લીધા હતા. દોઢ મહિનાથી સૌરભ અને મયુરી વચ્ચે ઝઘડા થતા હતા અને હવે સૌરભ મયુરી સાથે રહેવા માંગતો ન હતો. 9 ઓક્ટોબરના રોજ મયુરીને સમજાવવા સંજયે સૌરભ સાથે તેના ઘરે બોલાવી હતી. લેબર સપ્લાય અને કોન્ટ્રાકટનું કામ કરતા સંજયે તેની સાથે રહેતા 6 લોકોને સ્થળ છોડી જતા રહેવા કહ્યું હતું.મયુરીને સમજાવવા જતા તે કોઈ વાતે નહિ માનતા સંજયે તેનું ગળું દબાવી દીધું હતું. જ્યારે પ્રેમી સૌરભે પગ દબાવી રાખ્યા હતા. બે મિનિટ સુધી હલનચલન બંધ રહેતા બંને ભાઈઓએ યુવતીને છોડતા તે શ્વાસ લેવા લાગતા મોટા ભાઈ સંજયે તેના ગમછા વડે મયુરીને ગળેફાંસો આપી દીધો હતો. યુવતીની હત્યા બાદ બંને ભાઈઓએ તેના હાથ, પગ બાંધી કોથળામાં લાશને બાંધી કલાકો સુધી લાશની પાસે બેસી રહી રાત પડવાની રાહ જોઈ હતી. રાતે 10 કલાકે સંજયે જુના દિવાના મન ઉર્ફે ગોલુ તુકારામ વેરેકરને બોલાવ્યો હતો. પોતાની બાઇક પર બેસી મયુરીની કોથળામાં બાંધેલી લાશ મૂકી પાછળ મનને બેસાડી રામકુંડ નજીકના ઢેડિયા તળાવે પોહચ્યા હતા. જ્યાં સંજયના કહેવા પર પહેલાથી જ મોટો પથ્થર લઈ જલકુંડ ખાતે રહેતો ભરથરી ઉર્ફે બદ્રી હાજર હતો. ત્રણેય જણાએ મળી મયુરીની કોથળામાં ભરેલી લાશને મોટા પથ્થર વડે બાંધી તળાવમાં ફેંકી દીધી હતી.હત્યાને પગલે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી એલસીબી અને સ્થાનિક પોલીસે તપાસ હાથ ધરી હતી તે દરમિયાન પોલીસે સંજય, મન અને ભરથરીની ધરપકડ કરી લઈ પી.આઈ આર.એચ.વાળાએ આરોપીને કોર્ટમાં રજૂ કરી સાત દિવસના રિમાન્ડ માંગતા કોર્ટે ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા પોલીસ તપાસમાં ઝડપાયેલ ત્રણેય પૈકી હત્યારો સંજય અગાઉ લૂંટના ગુનામાં સંડોવાયેલ હોવા સાથે મન ઉર્ફે ગોલુ તુકારામ વેરેકર એટીએમ ચોરીના પ્રયાસના ગુનામાં સંડોવાયેલ હોવાનું બહાર આવ્યું છે.તો યુવતીની હત્યા કરી બેંગલોર ભાગી ગયેલા પ્રેમીને ભરુચ એલસીબીની ટીમે બેંગલોર ખાતેથી ઝડપી પાડ્યો હતો.

Advertisement

Share

Related posts

ભરૂચમાં નર્મદા નદી મઘરાતે ભયજનક સપાટી વટાવે તેવી સંભાવના, જાણો કલેકટરે શું કહ્યું

ProudOfGujarat

સુરત : માંડવી નગરપાલિકા માત્ર રૂ.15 નાં નજીવા દરે “અટલ થાળી” દ્વારા ભૂખ્યાજનોનો જઠરાગ્નિ ઠારશે.

ProudOfGujarat

અંકલેશ્વરમાં બ્રધર્સ ગ્રુપ દ્વારા જરૂરતમંદ લોકોને કપડાં તથા મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!