Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરમાંથી જુગારધામ ઝડપાયું, ક્રાઇમ બ્રાંચ દ્વારા છ જુગારીની ધરપકડ, હજારોનો મુદ્દામાલ કબ્જે કરાયો

Share

ભરૂચ જિલ્લામાં દારૂ -જુગાર જેવી પ્રવૃતિઓને ડામવા માટે જિલ્લા પોલીસ વડા દ્વારા સતત જિલ્લાના વિવિધ પોલીસ મથકોને માર્ગદર્શન આપી ગુનેગારી તત્વોને જેલના સળીયા પાછળ ધકેલવામાં આવી રહ્યા છે, તેવામાં અંકલેશ્વર ખાતેથી ક્રાઇમ બ્રાંચ દ્વારા જુગાર ધામ ઝડપી પાડવામાં સફળતા પ્રાપ્ત થઈ છે.

ક્રાઇમ બ્રાંચના કર્મીઓ પેટ્રોલિંગમાં હતા દરમ્યાન મળેલ બાતમીના આધારે અંકલેશ્વર રાજપીપળા ચોકડી નજીક આવેલ રચના નગરમાં ભૂત બંગલો બહાર લાઈટના પ્રકાશમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમી રહેલા છ જેટલાં ઈસમોને ઝડપી પાડ્યા હતા.

Advertisement

ક્રાઇમ બ્રાંચ્ચે મામલે (1) શોભણસિંહ બિન્દ્રાવનસીંગ ચૌહાણ રહે, જુના બોરભાઠા અંકલેશ્વર (2) દેવેન્દ્ર કુમાર ત્રિવેદી પ્રસાદ રાજપૂત રહે,વિજય નગર અંકલેશ્વર (3) સોનુ સીંગ છોટા સીંગ રહે, વિજય નગર અંકલેશ્વર (4) બીરેન સીંગ સંતોષ સીંગ રહે, રચના નગર અંકલેશ્વર (5) રામ કુમાર ગોપી પ્રસાદ બગેલ રહે,લક્ષ્મણ નગર અંકલેશ્વર તેમજ (6) ઇમ્તિયાઝ ખાન કુકમ ખાન રહે, લક્ષ્મણ નગર અંકલેશ્વર નાઓને ઝડપી પાડી તેઓ પાસેથી કુલ 12,470 નો મુદ્દામાલ કબ્જે કરી તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.


Share

Related posts

સુરતમાં સનગ્રેસ હોસ્પિટલની લિફ્ટ ફસાતા ફાયરે કોંક્રિટની દીવાલ તોડી લોકોનું રેસ્ક્યૂ કર્યું

ProudOfGujarat

અંકલેશ્વર : માત્ર 5 વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજારાયુ….બાળકીનાં પિતાએ નરાધમને મોતને ઘાટ ઉતાર્યો…

ProudOfGujarat

અભિનેત્રી જ્યોર્જિયા એન્ડ્રિયાનીએ હોળીના અવસર પર પોતાની પ્રાણી પ્રત્યેની ચિંતા વ્યક્ત કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!