ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકમાં બે દિવસ અગાઉ પ્રતિન ચોકડી વિસ્તારમાં બી ડિવિઝન પોલીસ મથકની બગલમાં કહી શકાય ત્યાં ઉભી રહેલ એક કારના આગળના ભાગના કાચ તોડી અંદાજીત 3 લાખ રૂપિયાની ચીલ ઝડપ કરી અજાણ્યા ઈસમો ચોરી કરી ભાગી ગયા હતા.
ઘટના બાદ પોલીસની ટીમ સ્થળ ઉપર પહોંચી તપાસ શરૂ કરી હતી, ત્યારે કારના માલિક મહેશ ચંદ્ર ઉપપતિ એ પોતે આ રૂપિયા ગાડીમાં મૂકી સ્ટેશનરીમાં સામાન લઈ રહ્યા હતા તે જ દરમ્યાન અચાનક તેઓએ અવાજ સાંભળી પોતાની કાર તરફ જતા ત્યાં કારના કાચ તૂટેલા નજરે પડ્યા હતા અને તેમાં મુકેલ રોકડા કોઈ લઈ ગયા હોવાનું માલુમ પડ્યું હતું.
આખાય મામલે આખરે ફરિયાદી મહેશ ચંદ્ર ઉપપતી એ પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું અને માત્ર સામાન્ય અરજી જ પોલીસ મથકે નોંધાવી હતી, જે બાદ આખા ઘટના ક્રમ ઉપર સવાલો ઉભા થઈ રહ્યા છે, કે આટલી મોટી રકમ છતાં ફરિયાદ ન કરવા પાછળનું કારણ શું હોય શકે છે..?
ધોળે દિવસે પોલીસ મથકની બહાર જ બનેલ લાખોની ચીલ ઝડપમાં ગયેલી રકમના શું કોઈ યોગ્ય પુરાવા મહેશભાઈ એ પોલીસ સમક્ષ રજૂ કર્યા છે..? આ રૂપિયા તેઓ આંગડિયા મારફતે લાવ્યા હતા કે કેમ..? તેવી કોઈ બાબત છે..? લાખોની રકમની ચીલ ઝડપ અને ફરિયાદ ન નોંધાવી શું ગુનેગારોને આજ રીતે પ્રોત્સાહન પૂરું પાડવું છે..? કે બીજી કોઈક મજબૂરી ફરિયાદીને મામલે સતાવી રહી છે, તેવી અનેક બાબતો ચર્ચાની ચકડોળે ચઢી છે, શું આ ચીલ ઝડપની પોલીસ તપાસ કરી ફરિયાદીને ન્યાય અપાવશે અને પોલીસ સ્ટેશનની સામે ચીલ ઝડપ કરવાની હિંમત કરનાર ચોર ઈસમને પકડીને પોલીસ પાઠ ભણાવશે ખરી