અંકલેશ્વર પંથકમાં પણ નગરપાલિકાની પોલ ખૂલી હોવાના દ્રશ્યો સર્જાઈ રહ્યા છે. એક જ વરસાદમાં રસ્તાની કામગીરીના કેવા પ્રકારની થઈ રહી છે તે સામે આવી રહી છે. રસ્તા એટલા નબળી રીતના બનાવમાં આવી રહ્યા છે મોટું કે ભારે વાહન અહીથી પસાર થાય તો રસ્તાઓ દબાઈ અને તેમાં મસમોટા ખાડા પડી જતાં હોય છે.
રસ્તાઓ બનાવવા અર્થે લાખો કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવતો હોય છે ત્યારે નગરપાલિકા સામે જાહેર જનતા નિરાશા અનુભવી રહ્યા છે. રસ્તાઓ 2 થી 4 મહિનામાં જ જર્જરીત થઈ જતાં જોવા મળે છે. પીરામન નાકાથી લઈને ગુજરાત ગેસ કંપનીને જોડતા મુખ્ય માર્ગ ઉપર આદર્શ સ્કૂલ પાસે ખાડામાં ટ્રક ફસાઈ જતાં નગરપાલિકા તંત્ર સામે કેટલાક સવાલો ઉઠાવમાં આવી રહ્યા હતા.
ચોમાસાની શરૂઆત થતાં પહેલા જ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા આ રોડ ઉપર ડ્રેનેજ લાઈનનું કામ કરવામાં આવ્યું હતું અને રસ્તાને ઉબડખાબડ હતમાં મૂકી દેવામાં આવ્યો હતો. રસ્તાને લઈને તાત્કાલિક ધોરણે કોઈ કામગીરી હાથ ધરવામાં આવતી નથી. જેથી વહેલીતકે અંકલેશ્વર નગરપાલિકા કામગીરી હાથધરે તેવી લોક માંગ ઉઠી છે.