અંકલેશ્વરમાં હવાના પ્રદૂષમાં દિવસેને દિવસે વધારો થતો જોવા મળે છે. અંકલેશ્વરમાં પાણી પ્રદૂષણ બાદ હવાનું પ્રદૂષણ પણ વધ્યું છે. હવાના પ્રદૂષમાં છેલ્લા કેટલાક દિવસોથી વધારો થતાં AQI ઇન્ડેકસ 226 પર પહોચ્યો છે જે સ્વાસ્થય માટે હાનિકારક છે. હવાનાં પ્રદૂષણનાં મુખ્ય કારણોમાં ઓદ્યોગિક પ્રદૂષણ અને સાથે ખરાબ રસ્તાનાં કારણે ઊડતી ધૂળ હોય છે. ૦ થી ૫૦ એક્યુઆઇ હોય તો હવાની શ્રેષ્ઠ ગુણવત્તા કહેવામાં આવે છે. જ્યારે ૫૧ થી ૧૦૦ વચ્ચે હોય તો સંતોષકારક, ૧૦૧ થી ૨૦૦ હોય તો સામાન્ય ૨૦૧ થી ૩૦૦ હોય તો ખરાબ, ૩૦૧ થી ૪૦૦ હોય તો અત્યંત ખરાબ ગુણવત્તા કહેવામાં આવે છે.
હવાની ગુણવત્તા અને પ્રદૂષણના માપદંડમાં પીએમર ૫ ની માત્રા સૌથી મહત્ત્નીત્વ ગણવામાં આવે છે. પાર્ટીક્યુલેટ મેટર ૨૫ એમએમથી નાના હોય તો તે ફેફસામાં જઇને જામી જાય છે. તેને કારણે હૃદયરોગનો હુમલો, સગર્ભા સ્ત્રીઓને શ્વાસોશ્વાસમાં તકલીફ, અસ્થમા જેવા પ્રશ્નો થઇ શકે છે. પીએમ ૧૦ ને કારણે ગળા, નાકના પ્રોબ્લેમ થાય છે. એનઓરને કારણે ફેફસાને લગતી બીમારી થાય છે. હાલના દિવસોમાં હવાની ડેનસિટીમાં ફરક આવતા હવાની ગુણવત્તા પર અસર થાય છે.
અંકલેશ્વરમાં હવાનાં પ્રદૂષણમાં વધારો થતાં AQI ઇન્ડેકસ 226 પહોચ્યુ.
Advertisement