ભરૂચ જિલ્લામાં દારૂ -જુગાર જેવી પ્રવૃતિઓને ડામવા માટે જિલ્લા પોલીસ વડા દ્વારા સતત જિલ્લાના વિવિધ પોલીસ મથકોને માર્ગદર્શન આપી ગુનેગારી તત્વોને જેલના સળીયા પાછળ ધકેલવામાં આવી રહ્યા છે, તેવામાં પેરોલ ફ્લો સ્કોડને વધુ એક સફળતા પ્રાપ્ત થઈ હતી, જ્યાં નશાનો વેપલો કરતા તત્વોને ઝડપી પાડી તેને કાયદાના પાઠ ભણાવ્યા છે.
ભરૂચ પેરોલ ફ્લો સ્કોડના કર્મીઓ પેટ્રોલિંગ માં હતા દરમ્યાન મળેલ બાતમીના આધારે સેલવાસથી ભરૂચ તરફ આવતી મારુતુ ફ્રન્ટી કાર નંબર GJ 16 AA 5705 નો અંકલેશ્વર UPL ખાતેથી પીછો કરી મૂલદ ઑવરબ્રિજ પાસેના માંડવા સર્વિસ રોડ ઉપર રોકી તેની તલાસી લેતા તેમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની વિવિધ બ્રાન્ડની બોટલો તેમજ બિયરના ટીન મળી આવ્યા હતા.
પેરોલ ફ્લો સ્કોર્ડ દ્વારા મામલે મનોજ અશોકભાઈ પટેલ રહે, નવા શુક્લતીર્થ ભરૂચ તેમજ વિશાલ રમણભાઈ પટેલ રહે, નવા શુક્લતીર્થ નાઓને ઝડપી પાડ્યા હતા, તેમજ તેઓની પાસેથી કુલ 1,04,500 નો મુદ્દામાલ કબ્જે કરી તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.