ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકમાં દર બુધવારે આર.ટી.ઓ દ્વારા આશીર્વાદ હોટલની આગળ ઑવરબ્રિજની નીચેના ભાગે નેશનલ હાઇવે 48 ના સર્વિસ રોડ પર જ હાઇવા, ટેન્કર, ટ્રક જેવા વાહનોની પાર્સિંગની પક્રિયા આર.ટી.ઓ ઓફિસર દ્વારા કરાવવામાં આવે છે.
આ પક્રિયા ખુલ્લા માર્ગ ઉપર જ કરવામાં આવે છે, આ હાઇવે વિસ્તાર સતત વાહનોથી ધમધમતો હોય છે, ત્યારે સર્વિસ રોડ ઉપરથી પણ ઘણાં વાહનો પસાર થાય છે, અડધો રોડ તો પાર્સિંગ કરવા આવતી ગાડીઓ જ રોકી લેતી હોય તેવો નજારો અહીંયા જામતો જોવા મળે છે.
આ સ્થળે પાર્સિંગના સમયે વાહનો ચેક કરવાની કામગીરી દરમ્યાન અહીંયા અકસ્માત થવાની સંભાવનાઓ વધી જાય છે, તેમજ અહીંયા ફરજ બજાવતા આરોટીઓના અધિકારીઓ પણ ડ્રેસમાં ન હોતા હોવાનું કહેવાય છે, ત્યારે અહીંયા કોઈ સરકારી કામગીરી ચાલે છે કે કેમ તેવી બાબતો પણ ચર્ચાનું કેન્દ્ર બનતી હોય છે.
વધુમાં કહેવાય છે કે માત્ર એક આર.ટી.ઓ અધિકારીની હાજરીમાં ડ્રાઈવરો અને એજન્ટોની મદદથી માત્ર બે કલાકમાં જ અનેક વાહનોની ચેકીંગની કામગીરી પૂર્ણ કરવામાં આવતી હોવાની ચર્ચાઓ જામી છે, ત્યારે સર્વિસ રોડ પર જ થતી આરટીઓ ની આ પ્રકારની કામગીરી અન્ય વાહન ચાલકો સહિત ત્યાં ઉપસ્થિત લોકોની સલામતી માટે જોખમી સમાન જોવા મળે છે.
સર્વિસ રોડ પર જ આર.ટી.ઓ. નો અડિંગો, અંકલેશ્વરમાં પાર્સિંગ રી પાર્સિંગ કેમ્પ અન્ય વાહન ચાલકો માટે માથાના દુખાવા સમાન બન્યું
Advertisement