થોડા દિવસનાં વિરામ બાદ અંક્લેશ્વર ઓદ્યોગિક વસાહતની વરસાદી ગટરોમાં ફરી એક પ્રદૂષિત પાણી વહિ રહ્યું છે. જેની ફરિયાદ પ્રકૃતિ સુરક્ષા મંડળ દ્વારા જીપીસીબી ને કરવામાં આવતા જીપીસીબી દ્વારા તપાસની કાર્યવાહી કરવામાં આવી છે.
એક સપ્તાહ પહેલા જીપીસીબી ગાંધીનગરની વિજિલન્સની ટીમ દ્વારા અંક્લેશ્વર ઓદ્યોગિક વસાહતમાં ત્રણ દિવસ સુધી રોકાણ કર્યું હતું અને પ્રદૂષિત પાણીનાં નિકાલ કરનારા સામે લાલ આંખ કરી હતી જેના લીધે થોડા દિવસનાં વિરામ બાદ આજે ફરી શની-રવિવારની રજાનો લાભ લઈ કેટલાક ગુનાહિત માનસિકતા ધરાવતા ઓદ્યોગિક એકમો દ્વારા પ્રદૂષિત પાણીનો ગેરકાયદેસરનો નિકાલ કરવામાં આવ્યો છે.
પ્રકૃતિ સુરક્ષા મંડળનાં સલીમ પટેલે જણાવ્યું હતું કે “અમારી ફરિયાદનાં અનુસંધાને જીપીસીબી દ્વારા તપાસ થઈ રહી છે. રજાનાં દિવસોમાં ઇરાદાપૂર્વક પ્રદૂષિત પાણીનો નિકાલ કરવામાં આવતો હોય છે. ખાડીઓમાં પ્રદૂષિત પાણી વેહવું એ આ સુપ્રીમ કોર્ટનાં હુકમનુ ભંગ થઈ રહ્યું છે, પર્યાવરણને મોટું નુકશાન થઈ રહ્યું છે માટે પ્રદૂષિત પાણી વહેવવાનું બંધ થવું જોઈએ. જીપીસીબી દ્વારા રજાનાં દિવસોમાં પણ મોનીટરીંગની વ્યવસ્થા કરવી જોઈએ.”