ભરૂચ જિલ્લા વિસ્તારમા યુવાનો નશા રવાડે ન ચડે અને નશાયુકત પદાર્થોના હેરફેર ન કરે તેમજ તેને લગતા કોઈ ગેરકાનૂની કૃત્ય ન કરે તે માટે પોલીસે ખાસ કામગીરી હાથ ધરી છે. ગેરકાયદેસરના કામો દિવસેને દિવસે જીલ્લામાં ઘણા વધી રહ્યો છે. ગુજરાત રાજયમાં નશાયુક્ત તમામ પદાર્થો પર પ્રતિબંધ હોવા છતાં ગુજરાતમાં અને ભરૂચ જીલ્લામાં દારૂ અને ગાંજા જેવા પદાર્થોનું વેચાણ થઈ જ કેવી રીતે શકે..?
મળેલ બાતમીને આધારે અંકલેશ્વર શહેર પોલીસ વિસ્તારમાં ભરૂચ એસ.ઓ.જી.ના માણસો પેટ્રોલિંગમા હતા તે સમય દરમિયાન પોલીસ કર્મીઓ દ્વારા રધુવીર નગર, સુરવાડી ગામ નજીક અંકલેશ્વર નજીકથી વાહન ચેક કરી રહ્યા હતા તે સમય દરમિયાન આરોપી અજયભાઈ રણજીતસિંહ ગઢવી નશાયુક્ત પદાર્થ ગાંજો જેનું વજન 2 કિલો અને 522 ગ્રામ જેની કિમત 25,220/- સહિત, 1 વજન કાંટો જેની કિમત 500/- સાથે એક મોબાઈલ ફોન મળીને કુલ 26,220/-નો મુદ્દામાલ મળી આવ્યો હતો.
જેની ભરૂચ એસ.ઓ.જી.એ ધરપકડ કરી અને મુદ્દામાલ કબ્જે કર્યો હતો. હવે આ માલ તે ક્યાથી લાવ્યો અને કોને આપવા જઇ રહ્યો હતો તે અંગે ભરૂચ એસ.ઓ.જી.એ તપાસ હાથ ધરી છે.
મુકેશ વસાવા, અંકલેશ્વર