અંકલેશ્વરમાં વિક્રમ સારાભાઈ અંતરિક્ષ પ્રદર્શન તારીખ-૧૬ અને ૧૭ ઓક્ટોબર ૨૦૨૩ ના રોજ સ્વામી વિવેકાનંદ સ્કૂલ કેમ્પસ દીવા રોડ કેમ્પસ ખાતે કલેક્ટર તુષાર સુમરા, ઉદ્યોગપતિ કે શ્રીવત્સન અને ISRO નાં VSSE ઇન્ચાર્જ પરેશ સરવૈયા દ્રારા કરાયો હતો. ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન તથા અંકલેશ્વર એજ્યુકેશન ટ્રસ્ટ અને ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન કચેરીના સંયુક્ત ઉપક્રમે આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ISRO નાં 11 વૈજ્ઞાનિકો ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓને વિવિઘ અંતરીક્ષ પરીક્ષણો અને વિવિઘ ટેકનોલોજી અને ISRO નાં કાર્યક્રમો અંગેની માહિતી આપીને અને તેમની સાથે સંવાદ પણ કર્યો હતો. વિક્રમ સારાભાઈ અંતરિક્ષ પ્રદર્શન (VSSE) અંકલેશ્વરમાં પ્રથમવાર વિક્રમ સારાભાઈ અંતરિક્ષ પ્રદર્શન તારીખ-૧૬ અને ૧૭ ઓક્ટોબર ૨૦૨૩ ના રોજ સ્વામી વિવેકાનંદ સ્કૂલ કેમ્પસ દીવા રોડ ખાતે આયોજિત કરવામાં આવ્યું હતું.
જિલ્લા કલેકટર તુષાર સુમેરા એ જણાવ્યું હતું કે અંકલેશ્વરનાં વિધાર્થીઓ માટે એક અનેરી તક છે કે તેઓ અંતરીક્ષ વિજ્ઞાન ને સમજી શકે અને પોતાની કારકિર્દી ઘડી શકે તેમણે આ સુંદર આયોજન માટે સ્વામી વિવેકાનંદ સ્કુલ્સને તથા BDMA ને અભિનંદન આપ્યા હતા.
આ પ્રદર્શનમાં ૪૪ શાળાઓના ૬૫૦૦ વિદ્યાર્થીઓ આ પ્રદર્શનનો લાભ લેશે. પ્રદર્શનના મુખ્ય આકર્ષણમાં ISRO નાં વૈજ્ઞાનીકો સાથે વાર્તાલાપ, અંતરિક્ષ જ્ઞાન વિજ્ઞાન પ્રદર્શન,અંતરીક્ષ મોબાઈલ વાન અને રોકેટ લોન્ચિંગ પેડનું નિદર્શન કરાયું તે છે.
આ પ્રદર્શનનો હેતુ વિદ્યાર્થીઓમાં અંતરીક્ષ વિજ્ઞાન અંગે રુચિ ઊભી કરવી ભારત દેશે આ ક્ષેત્રે કરેલી પ્રગતિ અંગે માહિતીથી નાગરિકો અને વિદ્યાર્થીઓને અવગત કરાવવાનો છે. અંકલેશ્વરની તમામ શાળાના ધો. ૮ થી ૧૨ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમની શાળા થકી જોડાશે.
અંકલેશ્વર શહેરમાં ૪૩ વર્ષથી કાર્યરત એવી અંકલેશ્વર એજ્યુકેશન ટ્રસ્ટ તથા ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન અને ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન કચેરીના સંયુક્ત ઉપક્રમે આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે જાણીતા ઉદ્યોગપતિ કે. શ્રીવત્સન, ભરૂચ સિટીઝન કાઉન્સિલ નાં પ્રમૂખ જીવરાજ પટેલ, અંક્લેશ્વર એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ ભુપેન્દ્રભાઈ શ્રોફ, મંત્રી ડો.પંચાલ, નગરપાલિકાના માજી શિક્ષણ સમિતિ અધ્યક્ષ કિંજલબેન, ડો. ઐલેશ વૈદ્ય, લતાબેન શ્રોફ સહીત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.