” સ્વચ્છતા હિ સેવા ” કાર્યક્રમ અંતર્ગત અંક્લેશ્વર નગરપાલિકા અને એસ. ટી. ડેપો અંક્લેશ્વરના સંયુક્ત ઉપક્રમે તથા ધાર્મિક સંસ્થા સ્વયં સેવકોના સહયોગથી સ્વચ્છતા જાગૃતિ માટે સફાઈ અભિયાન અને શેરી નાટક એસ.ટી ડેપો કમ્પાઉન્ડમાં યોજવામાં આવ્યું હતું.
અંકલેશ્વર નગરપાલિકા અને એસ ટી ડેપોના કર્મચારીઓ, ધાર્મિક સંસ્થાના સત્સંગી ભાઈઓ, બહેનોએ – સાફ-સફાઈ અને પ્રતિબંધિત પ્લાસ્ટીકનો ઉપયોગ ન કરવા માટે જાગૃતિ લાવવા અંગેનું શેરી નાટક રજૂ કર્યું હતું. ત્યારબાદ એસ. ટી. કંપાઉન્ડમાં સફાઈ ઝુંબેશ કામગીરી કરવામાં આવી.
આ કાર્યક્રમને સફળ બનાવવા અંક્લેશ્વર નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર રઘુવીરસિંહ મહીડા, અંક્લેશ્વર એસ. ટી. ડેપો મેનેજર જે. બી. ગાવિત, રણજીતભાઇ, એ. ટી.આઇ ઇલ્યાસભાઈ, તેમજ ડેપોના કર્મચારીઓ, સ્વામીનારાયણ સંસ્થાના રાજેશભાઈ પરમાર અન્ય સત્સંગી ભાઈઓ, બહેનો, પેસેન્જરો – નાગરિકો મોટી સંખ્યામાં હાજર રહીને લોક જાગૃતિ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો.
આ વેળાએ એસ. ટી. ડેપો મેનેજર ગાવિત અને સેનેટરી ઇન્સ્પેક્ટર રઘુવીરસિંહ મહીડા દ્વારા સહયોગ આપવા બદલ તમામનો આભાર વ્યક્ત કર્યો હતો અને સ્વચ્છતા અભિયાન કાર્યક્રમને કાયમ માટે જીવનમાં અપનાવવા અપીલ કરવામાં આવી હતી.