જિલ્લાના આકાર પામી રહેલા વિવિધ પ્રકલ્પોની સમીક્ષા માટે આવેલ ભારત સરકારના નીતિ આયોગના એડિશનલ સેક્રેટરી અન્ના રોયે અંકલેશ્વર એસોસિયોશનના હોદ્દેદારો સાથે બેઠક યોજી હતી.
આ બેઠકમાં અંકલેશ્વર એસોસિયેશનના હોદ્દેદારો સાથે વર્તાલાપ કરીને ભારતની આઝાદીના અમૃતકાળમાં ઔધાગિક ક્ષેત્રને મજબૂત બનાવીને દેશનો જીડીપી ઊંચો આવે તેવી નેમ વ્યક્ત કરીને ભરૂચને ગ્રોથ હબ સિટી રૂપે વિકસાવવા માટે ઉદ્યોગકારોના સહયોગની કરતા એડિ. સેક્રેટરી અન્ના રોય અપેક્ષા વ્યક્ત કરી હતી. આ બેઠકમાં ઔધાગિક ક્ષેત્રના અગ્રણીઓએ પણ દેશમાં ઔધાગિક ક્ષેત્રે હરણફાળ ભરીને વિવિધ ક્ષેત્રે પ્રગતિ થાય તેવા પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા.
આ બેઠકમાં નીતિ આયોગના એડવાઈઝરી કમિટીના ISEG અભિલાષ ભાવે, જિલ્લા કલેકટર તુષાર સુમેરા અધિક નિવાસી કલેકટર એન આર ધાધલ સહીત જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ અને અંકલેશ્વર એસોસિયેશનના પ્રમુખ તથા હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
અંકલેશ્વર એસોસિયેશનના હોદ્દેદારો સાથે ભારત સરકારના નીતિ આયોગના એડિશનલ સેક્રેટરી અન્ના રોય એ બેઠક યોજી.
Advertisement