Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરમાં માનસિક અસ્વસ્થ સગીરા સાથે પાંચ નરાધમોએ આચર્યું દુષ્કર્મ, પોલીસે કરી ધરપકડ

Share

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના એક ગામની માનસિક અસક્ષમ સગીરા સાથે 5 દુષ્કર્મીઓએ એક વર્ષ સુધી દુષ્કર્મ ગુજાર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.

મળતી માહિતી અનુસાર, ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના એક ગામમાં સગીરા તેના પરિવાર સાથે રહેતી હતી. જોકે, તેની માનસિક અસક્ષમતાનો ગેરલાભ ઉઠાવી એક આધેડ, 2 સગીર અને 2 યુવાને સતત એક વર્ષ સુધી સગીરાને ધમકાવી શારીરિક શોષણ કર્યું હતું. જોકે, સગીરાને ગર્ભ રહી જતા સમગ્ર ઘટના સામે આવી છે. સગીરા પર પાંચેય નરાધમોએ એક વર્ષમાં આચરેલા દુષ્કર્મમાં હાલ તેને 6 મહિનાનો ગર્ભ છે. અંકલેશ્વર તાલુકા પોલીસે દુષ્કર્મી આધેડ, 2 સગીર અને 2 નરાધમ યુવાનો સામે પોકસો એક્ટ હેઠળ ગુનો નોંધી તેઓને હીરાસતમાં લીધા છે. આ સાથે જ પીડિત સગીરા અને આરોપીઓના તબીબી પરિક્ષણની કાર્યવાહી હાથ ધરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

Advertisement

Share

Related posts

સુરત ડેવલપમેન્ટમાં હરણફાળ ભરી રહ્યું છે ત્યારે બીજી તરફ પ્રદુષણ પણ આગેકુચ કરી રહ્યું છે.

ProudOfGujarat

દાહોદ જીલ્લા ના ઝાલોદ પાલિકાએ પોલીસ બંદોબસ્ત સાથે 200 દબાણનો સફાયો બોલાવ્યો

ProudOfGujarat

વડોદરા : કરજણ તાલુકાના એક ગામની સીમમાં મહિલા સાથે દુષ્કર્મની કોશિશ કરી હત્યા કરી દેતા ચકચાર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!