આજરોજ સન ફાર્મા કંપનીના ક્લસ્ટર એ.પી.આઇ. કવોલિટી હેડ શિરીષ અંબુલગેકરના વરદ હસ્તે અંકલેશ્વર તાલુકાના પાનોલી ગામમાં “મોડલ આંગણવાડી”નું ઉદ્ઘાટન સહ અર્પણવિધિ સમારોહ કાર્યક્રમ યોજાયો.
સન ફાર્મા કંપની ભરૂચ જિલ્લામાં કોર્પોરેટ સામાજિક જવાબદારીના ભાગરૂપે આરોગ્ય, શિક્ષણ, ગ્રામીણ વિકાસ, પર્યાવરણને લગતા વિકાસલક્ષી કાર્યોમા ખુબ જ અગ્રેસર છે. કંપનીએ તેમના મોડેલ આંગણવાડી ડેવલપમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત આ આંગણવાડીનું સંપૂર્ણ નવીનીકરણ કરી મોડલ આંગણવાડીમાં પરિવર્તિત કરવામાં આવી છે.
આ ઉદઘાટન અને અર્પણવિધિ સમારોહના મુખ્ય મહેમાન અને ઉદ્ઘાટક તરીકે સન ફાર્મા કંપનીના તરફથી શિરીષ અંબુલગેકર, કન્ટ્રી સી.એસ.આર. હેડ બ્રજેશ ચૌધરી, કયુ.એ. હેડ મહેશ દેશપાંડે, સી.એસ.આર લીડ પ્રતીક પંડ્યા અને સેહજાદ બેલીમ તથા પાનોલી ગ્રામ પંચાયત સરપંચ હલીમાં બેન તથા પંચાયત સભ્યોએ ખાસ હાજર રહી વિદ્યાર્થીઓને પ્રેરણા, પ્રોત્સાહન અને માર્ગદર્શન પૂરું પાડ્યું છે.
અંકલેશ્વરના પાનોલી ગામમાં “મોડલ આંગણવાડી” નું ઉદ્ઘાટન સહ અર્પણવિધિ સમારોહ યોજાયો.
Advertisement