ભરૂચ જિલ્લામાં ઔદ્યોગિક એક્મો વિસ્તાર ધરાવતા જીઆઈડીસી વિસ્તારમાંથી વરસાદી કાંસમાં અવારનવાર કેમિકલ યુક્ત પાણી છોડવાનો મામલો સામે આવતો હોઈ છે, તાજેતરમાં જ અંકલેશ્વર ખાતેથી પણ આજ પ્રકારનો એક મામલો સામે આવ્યો હતો.
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ વરસાદી કાંસમાં કેટલાક બે જવાબદાર ઉધોગો દ્વારા પર્યાવરણ સાથે ખિલવાડ કરી પ્રદુષિત જળ કાંસમાં વહેતું કર્યું હોવાનું કૃત્ય આચર્યું હતું, જે બાદ પર્યાવરણ પ્રેમી સંસ્થાઓ દ્વારા મામલે જીપીસીબી ને રજુઆત કરવામાં આવી હતી.
આખરે કલાકો વીત્યા બાદ જીપીસીબી નું તંત્ર એક્શનમાં આવ્યું હોવાનું કહેવાય રહ્યું છે અને મામલે તપાસના ધમધામટ શરૂ કર્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે, ત્યારે જોવું રહ્યું કે આખરે અંકલેશ્વરમાં પ્રદુષણ માફિયાની ભૂમિકા કોણ અને ક્યા ઉદ્યોગો અપનાવી રહ્યા છે તે તપાસ બાદ જ સામે આવી શકે તેમ છે.
Advertisement