ભરૂચ જિલ્લામાં દારૂ-જુગાર જેવી પ્રવૃતિઓને ડામવા માટે જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ સતત વિવિધ પોલીસ મથકના કર્મીઓ દરોડા પાડી રહ્યા છે, તેમજ નશાનો વેપલો કરતા તત્વો સામે લાલ આંખ કરી તેઓને કાયદાના પાઠ ભણાવવામાં આવી રહ્યા છે, તેવામાં ભરૂચ ક્રાઇમ બ્રાંચને મોટી સફળતા હાંસિલ થઈ હતી.
ભરૂચ ક્રાઇમ બ્રાંચના કર્મીઓ પેટ્રોલિંગમાં હતા દરમ્યાન મળેલ બાતમીના આધારે અંકલેશ્વર તાલુકાના જુના સક્કરપોર ગામે તાડ ફળિયા વિસ્તારમાં દરોડા પાડ્યા હતા, દરોડા દરમ્યાન તાડ ફળિયામાં રહેતો કુંદનભાઈ રમણભાઈ વસાવાનાનો તેની સફેદ કલરની એક્ષ.યુ.વી ફોરવ્હીલ ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો સંતાડ્યો હોવાનું માલુમ પડ્યું હતું.
ક્રાઇમ બ્રાંચ દ્વારા મામલે હજારોની કિંમતમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો સહિત ગાડી મળી કુલ 2,25,000 નો મુદ્દામાલ કબ્જે કરી મામલે એક્ષ.યુ.વી કારમાં માલિકને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.