Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : શ્રોફ એસ.આર રોટરી ઇન્સ્ટિટયૂટ ઓફ કેમિકલ ટેકનોલોજીમાં પદવીદાન સમારંભ યોજાયો

Share

શ્રોફ એસ.આર રોટરી ઇન્સ્ટિટયૂટ ઓફ કેમિકલ ટેકનોલોજીમાં વિવિધ બ્રાન્ચનો પદવીદાન સમારંભ “અભ્યુદય 2023” તારીખ 30/9/23 ના રોજ ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર જીઆઇડીસી અંકલેશ્વર ખાતે યોજવામાં આવ્યો હતો.

આ પ્રસંગે કાર્યક્રમનાં મુખ્ય મહેમાન તરીકે રાજેશ પાટિલ, હેડ જીએસસીએલ દહેજ કોમ્પલેક્ષ, આન્દ્રા શ્રોફ, અધ્યક્ષ અંકલેશ્વર રોટરી એજ્યુકેશન સોસાયટી, અશોક પંજવાણી વાઇસ, ચેરમેન, મેનેજમેન્ટ કમિટીના પ્રતિષ્ઠિત સભ્યો, પ્રિન્સિપાલ, પ્રોફેસર શ્રીકાંત વાઘ, યુનિવર્સિટીના પદાધિકારો, અધ્યક્ષગણ, કર્મચારીગણ અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત સરસ્વતી વંદનાથી કરવામાં આવી હતી. ડો શ્રીકાન્ત વાઘ એ મહેમાનોનું ફૂલહારથી સ્વાગત કર્યું અને પ્રસંગિક ઉદબોધન આપ્યું હતું ત્યારબાદ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી. સીઈઓ બેઇલ બીડી દલવાડી સર દ્વારા વિદ્યાર્થીઓના ઉજ્વર ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી. અશોક પંજવાની વાઇસ ચેરમેન દ્વારા પણ વિદ્યાર્થીઓને ઉચ્ચ કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવી અને તેમના ઉમદા વક્તવ્ય થકી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા ત્યારબાદ યુનિવર્સિટીમાં મોખરેના સ્થાને આવનાર વિદ્યાર્થી મોઇનુદ્દીન શેખનું ” UPL સુવર્ણ ચંદ્રક” એનાયત જ્કરી સન્માન કરવામાં આવ્યું. કાર્યક્રમ દરમિયાન તાજેતરમાં એન્જિનિયરિંગની ડિગ્રી પૂર્ણ કરનાર 194 વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરી સન્માનીત કરવામાં આવ્યા. આ પ્રસંગે મુખ્ય અતિથિ રાજેશ પાટિલ દ્વારા વિદ્યાર્થીઓને ઇન્ડસ્ટ્રીયલ એરિયાના વિવિધ મુદ્દાઓ પર જાણકારી આપવામાં આવી.

Advertisement

Share

Related posts

અમદાવાદ ઈસ્કોન બ્રિજ પર અકસ્માત સર્જીને 9 લોકોનો ભોગ લેનાર આરોપી પુત્ર અને પિતા સહિત 6 લોકોની અટકાયત

ProudOfGujarat

ભરૂચ : વાગરા એ.પી.એમ.સી ખાતે જિલ્લા પ્રભારી મંત્રી પૂર્ણેશભાઈ મોદીના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ભરૂચ વાગરા રોડ પર મારુતિ વાન પલ્ટી મારતા ચાર થી વધુ લોકો ઘાયલ થયા હતા …

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!