Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર શહેર સહિત પંથકમાં ઇદે મિલાદના જુલુસની દબદબાભેર ઉજવણી કરાઇ

Share

અંકલેશ્વરમાં ગુરુવારે પયગંબર સાહેબના જન્મદિવસ નિમિતે વિવિધ મસ્જિદોમાં મોહમ્મદ સાહેબની શાનમાં સલાતો સલામ પેશ કરવામાં આવ્યા હતા. નિયાઝ નજરાના મસ્જિદની અંદર જ વહેંચવામાં આવ્યા હતા અને મોહમ્મદ સાહેબના બાલ મુબારક ની જીયારત કરવાયી હતી, જયારે ઇદે મિલાદનો જુલુસ શુક્રવારે સવારે 8 કલાકે અંકલેશ્વર શહેર જશ્ને ઇદે મિલાદુન્નબી કમિટી ના નેજા હેઠળ અત્રે ના કસ્બાતીવાડ ખાતે ના જમાતખાના પાસેથી હઝરત મોહમ્મદ સાહેબ ના બાલ મુબારક સાથે દુરુદો સલામ પઢતા પઢતા નીકળ્યું હતું, “સરકાર કી આમદ મરહબા” “દિલદાર કી આમદ મરહબા” ના ગગનભેદી નારાઓથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું, જે શહેરમાં ધામધૂમથી લીમડીચોક, શબનમ કોમ્પ્લેક્સ, ગોયા બજાર, ભાટવાડ, મુલ્લાવાડ, બજરંગ હોટલની ગલીમાંથી પસાર થઇ કાજી ફળિયા, સુથાર ફળિયા, જૂની સિંધી ઓટો ગેરેજ થઇ હઝરત હલીમશાહ દાતાર ભંડારી (ર.અ.) ની દરગાહ ખાતે પ્હોચ્યું હતું, જ્યાં સૈયેદ સાદાતો ની હાજરી માં પવિત્ર બાલ મુબારક ના ઝિયારત (દર્શન) કરાયા હતા, શબનમ કોમ્પ્લેક્ષ, દુધીયાપીર દરગાહ, વહોરવાડ પાસે, ગોયા બજાર, ભાટવાડ, મુલ્લાવાડ, કાજી ફળિયા, વિગેરે જુલુસના રૂટ પરના સ્થળો પર અલગ અલગ કમિટીઓ દ્વારા નિયાઝ ના કાર્યક્રમો કરાયા હતા, આ પ્રસંગે સૈયદ સાદાતો પૈકી હઝરત અબ્દુલ કાદર છોટુ બાવા સાહેબ, હઝરત સૈયદ મોઇન બાવા સાહેબ, હઝરત નાસીર અલી ઇનામદાર સાહેબ, હઝરત અતીક બાવા સાહેબ, હઝરત આમિર બાવા સાહેબ, હઝરત ગ્યાસુદ્દીન બાવા સાહેબ, હઝરત આરીફ બાવા સાહેબ, હઝરત અર્શદ બાવા સાહેબ, હઝરત સાજીદ બાવા સાહેબ વિગેરે હાજર રહી ખાસ દુઆ કરી હતી.

આ પ્રસંગે કમિટીના પ્રમુખ વસીમ ફડવાલા, મ્યુ સભ્ય બખ્તિયાર પટેલ, નજમુદ્દીન ભોલા, ઈરફાન એહમદ શેખ, ફારૂક શેખ, હનીફભાઈ મલેક, ગ્યાસુદ્દીનભાઈ શેખ, અસ્પાક સાદિક શેખ, મોઇન મુસ્તાક શેખ, રિયાઝ શેખ બખ્તિયાર આશિયાના હોટલવાળા, ફરીદ પઠાણ, અમન પઠાણ, ટીપું મલેક, લાલા પંચરવાળા, જિયાઉદ્દીન શેખ, અશરફ તકી મલેક વિગેરે અગ્રણીઓ દ્વારા જુલુસ ને શાંતિમય અને ભાઈચારા સાથે કાઢી સફળ બનાવ્યો હતો, આ પ્રસંગે વિભાગીય પોલીસ વડા ચિરાગ દેસાઈ સાહેબ તથા શહેર પોલીસ ઇન્સ્પેકટર આર એચ વાળા સાહેબ તથા પોલીસ સ્ટાફ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો.

જશ્ને ઇદે મિલાદુન્નબી કમિટીના પ્રમુખ વસીમ ફડવાલા દ્વારા પોલીસ તંત્ર, વહીવટી તંત્ર, પાલિકા પ્રસાસન નો સાથ સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો, આ જુલુસમાં આશરે 14 થી 15 જંગી મેદની માં મુસ્લિમો જોડાયા હતા.

Advertisement

Share

Related posts

વડોદરાના માંજલપુર વિસ્તારમાં પિસ્તોલ અને જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો.

ProudOfGujarat

ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવાનો સીધો આક્ષેપ : ગણેશ સુગરનો વહીવટ ભારતીય જનતા પાર્ટીએ લેવો છે.

ProudOfGujarat

ધરમપુરના તબીબની કમાલઃ દેશની સૌથી મોટી 1.365 કિલોની પથરીનું કર્યું સફળ ઓપરેશન, લિમ્કા બુકમાં સ્થાન પ્રાપ્ત થયું…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!