નર્મદા પૂર બાદ ભારે વિનાશ સર્જાયો હતો, જે બાદ અસરગ્રસ્ત લોકોની વ્હારે અનેક સામાજિક સંસ્થાઓ આવી રહી છે, તેવામાં રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘ દ્વારા રાહત સામગ્રી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં ઘઉંનો લોટ, ચોખા, દાળ, મરચું, મીઠા જેવી વસ્તુઓ આપવામાં આવી હતી અને સરકારને આ વિસ્તારનો સર્વે કરી નુકસાનીનું વળતર ચૂકવવામાં આવે તેવી અપીલ કરવામાં આવી હતી. અહીંયા નદી કિનારાનો વિસ્તાર હોવાથી કેળ, તુવેર અને અન્ય શાકભાજીનો સંપૂર્ણ નાશ પામેલ છે. અહીં સંપૂર્ણ ઝૂંપડાઓમાં પાણી ભરાઈ ગયું હતું અને તેમની જીવન જરૂરીયાતની વસ્તુઓ સંપૂર્ણ નાશ પામી હતી અને કપડાં પણ પાણીનાં પ્રવાહમાં તણાઈ ગયા હતા.
કિસાનોની મહામૂલી ખેતી સંપૂર્ણ નાસ પામેલ છે અને સરકાર તરફથી જે હેક્ટર દીઠ 25000 જેવી રકમ નક્કી કરી છે તે કિસાનોની મજાક સમાન છે. જેઓ અત્યારે નિ:સહાય બની ગયા છે અને ફરીથી જમીનનો રિસર્વે કરી એકર દીઠ 2.5 લાખ જેવી રકમ ચૂકવાય તો જ આની ભરપાઈ થઈ શકે તેમ છે. કિસાન દુઃખી તો દેશ દુઃખી કિસાન સુખી તો દેશ સુખી, કિસાન દેશની શાન છે. દેશનો અન્નદાતા છે. જો એને આ દુવિધામાંથી બહાર કાઢવામાં નહીં આવે તો બરબાદ થઈ જશે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. તો આ બાબતે ફેર વિચારણા કરી તેને મદદ કરવામાં આવે તેવી અપીલ છે.
આ દુઃખદ પ્રસંગે રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘના અધ્યક્ષ અરવિંદસિંહ રાણા મહામંત્રી હરિશ પરમાર, ગુજરાત પ્રદેશ પ્રમુખ અરુણસિંહ ચૌહાણ, સાગબારા તાલુકા કન્વીનર સુમેર વસાવા તથા ટિમ સાથે હાજર રહ્યા હતા અને જીવન જરૂરિયાતની વસ્તુઓ આપવામાં આવી હતી.