Proud of Gujarat
FeaturedGujaratINDIA

પાનોલી ગામ ખાતે મંદિર ફળિયામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડતી ક્રાઇમ બ્રાંચ

Share

ભરૂચ જિલ્લામાં દારૂ જુગાર જેવી પ્રવૃતિઓ ઉપર અંકુશ મેળવવા માટે જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ સતત જિલ્લાના વિવિધ પોલીસ મથકના કર્મીઓ દરોડા પાડી રહ્યા છે અને નશાનો વેપલો કરતા અનેક બુટલેગરોને જેલના સળીયા પાછળ ધકેલી રહ્યા છે, તેવામાં ક્રાઇમ બ્રાંચને વધુ એક સફળતા હાંસિલ થઈ હતી.

ભરૂચ ક્રાઇમ બ્રાંચના કર્મીઓને મળેલ બાતમીના આધારે તેઓએ પાનોલી ખાતે આવેલ મંદિર ફળિયા વિસ્તારમાં દરોડા પાડ્યા હતા, જ્યાં રહેતા અજયભાઇ હીરાભાઈ વસાવાના એ પોતાના ઘરમાં તથા તેની સામેના ઘરના ઈંગ્લીશ દારૂનો જથ્થો સંતાડી રાખી પોતાના માણસ પ્રકાશ વસાવા થકી વેચાણ કરતો હતો.

Advertisement

જે બાદ ક્રાઇમ બ્રાંચ દ્વારા સ્થળ ઉપરથી પ્રકાશ વસાવા રહે, પાનોલી અંકલેશ્વર નાને ભારતીય બનાવટના વિદેશી દારૂના કુલ 46 હજાર ઉપરાંતના જથ્થા સાથે ઝડપી પાડી મામલે બુટલેગર અજયભાઇ હીરાભાઈ વસાવા રહે, પાનોલી નાને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.


Share

Related posts

તક્ષશિલા વિદ્યાલયમાં ગૌરી વ્રતની ઉજવણી.

ProudOfGujarat

ભરૂચ ના ધોળીકુઈ મારવાડી ટેકરા નજીક થી પાના પત્તા નો જુગાર રમતા ચાર ઇશ્મો ને હજારો ના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી પાડ્યા હતા ………

ProudOfGujarat

ગોધરા તાલુકાના છકડીયા ગામે કોંગ્રેસનો સ્નેહ મિલન સમારોહ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!