Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરમાં પંચાયટી બજાર સ્થિત રાધાવલ્લભ મંદીરે રાધાષ્ટમીની ઉજવણી કરાઈ.

Share

અંકલેશ્વર પંચાયતી બજાર સ્થિત રાધાવલ્લભ મંદિરે પ્રતિવર્ષ રાધા અષ્ટમીની ઉજવણી વૃંદાવનની પરંપરાને અનુસરીને કરવામાં આવે છે જેમાં ૨૦૦ વર્ષની પરંપરા સંકળાયેલી છે. આ વર્ષે પણ રાધાષ્ટમી પર્વની પૂર્વ સંધ્યાએ સામાજિક અંતર જાળવી શોભાયાત્રા કમાલીબાવાના મંદિરે ગઈ હતી અને ત્યાં પરંપરાગત રીતે પાદુકાપૂજનનું આયોજન કરાયું હતું.

ભગવાન શ્રીકૃષ્ણ અને એમને પ્રેમિકા રાધા કદી એકબીજાથી મનથી અલગ થયા નથી ભગવાન શ્રીકૃષ્ણ સદાય રાધાના અનુરાગી રહ્યા છે. રાધાકૃષ્ણના નિર્મળ પ્રેમ અને સાખ્યભાવનો અતુટ સબંધ શ્રધ્ધાળુઓ માટે એક આરાધના બની રહ્યો છે. ત્યારે વૃંદાવનમાં તો રાધાષ્ટમીની ઉજવણીનો રંગ કંઇક અલગ જ હોય છે. વૃંદાવનની રાધાષ્ટમીની ઉજવણીની પરંપરા અંકલેશ્વરમાં પણ પંચાયટી બજાર સ્થીત રાધાવલ્લભ મંદિર દ્વારા ૨૦૦ થી પણ વધુ વર્ષોથી કરવામાં આવે છે. સાતમની સાંજે રાધા વલ્લભ મંદિરેથી ગોસ્વામી પરિવાર તથા ભક્તજનો કમાલી વાલા બાબાને વાડીએ ગયા હતા અને આદ્ય સ્થાપક મોહનલાલજી તેમજ લાડલી લાલજી ની પાદુકા પૂજન નો લાવો લીધો હતો

અંકલેશ્વરના પંચાયટી બજાર સ્થીત રાધા વલ્લભ મંદિરે રાધાષ્ટમી ઉજવણી નિમિત્તે સાતમના રોજ તેમના પરંપરાગત કમાલી બાવાની મંદિરે જઈને મંદિરના મહંત મનોજલાલજી ગોસ્વામી તથા ગોસ્વામી પરિવાર દ્વારા પાદુકા પૂજન કરવામાં કરવામાં આવ્યું હતું.

Advertisement

સાતમની મોડી સાંજ બાદ મંદિરમાં આખી રાત સામાજિક અંતર જાળવીને ભક્તો દ્વારા ભક્તિના ભજનોની રમઝટ બોલાવાઈ હતી. વહેલી સવારે કકડેઠઠ ભક્તિની હાજરીમાં રાધા જન્મોત્સ્વ (રાધાષ્ટમિ)ની દબદબાભેર ઉજવણી કરાઈ હતી જયાં ભાવિકો દર્શનનો લાભ લઈ કૃતાર્થ થયા હતાં.


Share

Related posts

વડોદરાની 5 વર્ષીય આરાધ્યા એ એકસાથે બે રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત કર્યું.

ProudOfGujarat

ગાંધીનગરના પૂર્વ કલેક્ટર એસ.કે લાંગાની ભ્રષ્ટાચારના કેસમાં ધરપકડ

ProudOfGujarat

મહેમદાવાદ સ્ટેશન પાસે ટ્રેનમાંથી શિક્ષકનાં બેગની ચોરી કરી ઈસમ ફરાર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!