અંકલેશ્વર જી.આઈ.ડી.સી જૈન સંઘ ચંપાપુરી પ્રભા તીર્થમાં ગચ્છાધિપતિ જૈનાચાર્ય પૂ.રાજયશસુરીશ્વરજી મ.સા.ના આજ્ઞાનુવર્તિની પૂ.સા.સંભવયશાશ્રીજી મ.સા આદિ ઠાણાની નિશ્રામાં ચાતુર્માસની સુંદર આરાધના ચાલી રહી છે. ચાતુર્માસના પ્રવેશથી જ પૂ.સાધ્વીજી મ.સા. ના પ્રવચન, શિબિર વિવિધ આરાધના અનુષ્ઠાનમાં સંઘના ભાઈઓ-બહેનો વિશાલ સંખ્યામાં લાભ લઈ રહ્યા છે.
સોનામાં સુગંધ સમાન સંઘના ઉપકારી પૂ.રાજયશની નિશ્રામાં ત્રણ માળના વિશાળ જૈન ભવનનું ઉદઘાટન તથા ભવનના સર્વ લાભાર્થી પરિવારોનું શાહી સન્માન સમારોહ ખૂબ ભવ્યતાથી થયું.
સાંધમાં દશ વર્ષથી લઈને સિત્તેર વર્ષની ઉમરવાળા ભાવિકોએ વિશાલ સંખ્યા સામૂહિક સિદ્ધિ તપ તપસ્યા કરી તપનો અનુમોદના નિમિત્તે બે દીવસ સુંદર આયોજન થયું. જેમાં સંઘ તેમજ ખૂબ મોટી સંખ્યામાં સંતો તથા અંકલેશ્વર જી.ઐ.ડી.સી સંઘ અને સંઘના ભાવિકો તરફથી તપસ્વીઓનું ખૂબ ઉત્સાહભર્યા વાતાવરણમાં બહુમાન કરવામાં આવ્યું.
પર્વધિરાજ પર્યુષણના કર્તવ્ય સ્વરૂપે પરમાત્માની ભવ્ય રથયાત્રા તથા તપસ્વીઓની શોભાયાત્રા ખૂબ ભવ્યતાથી થઈ. જેમાં વિવિધ બેન્ડ અનેક વિવિધ પ્રકારની બગીઓ, મંડળો રાખવામા આવેલ. આ તમામ કાર્યક્રમો સંઘમાં પ્રથ્મ્વાર ઐતિહાસિક રૂપે સંપન્ન થયા.
અંકલેશ્વર જી.આઈ.ડી.સી જૈન સંઘ ચંપાપુરી પ્રભા તીર્થમાં ચાતુર્માસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા
Advertisement